દિલ્હીમાં ફરી એક વખત ગેંગવૉરનો મામલો સામે આવ્યો છે. દ્વારકા મોડ મેટ્રો સ્ટેશન નજીક બે દિવસ પહેલા થયેલી ગેંગવૉર અને પોલીસ ફાયરિંગમાં બે બદમાશોનાં મોત થયા છે. જ્યારે નફઝગઢ વિસ્તારમાં Tik Tok પર 5 લાખ ફેન ફોલોવિંગવાળા જીમ ટ્રેનર પર મંગળવારે સાંજે ફાયરિંગ થયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા 27 વર્ષના મોહિત મોર નામના જીમ ટ્રેનરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

મોહિત મોરના ટિક-ટોક પર પાંચ લાખ કરતા વધારે ફોલોઅર્સ હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા મોહિતના ઇન્સ્ટાગ્રામ પર પણ 3000થી વધારે ફોલોઅર્સ હતા.

મળતી માહિતી પ્રમાણે, મોહિતને મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગોળી મારવામાં આવી હતી. તે નફઝગઢની માર્કેટની એક દુકાન પર ગયો હતો. અહીં બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સાત ગોળી વાગતા મોહિતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિમ ટ્રેનરની હત્યાનું કારણ વેરભાવ હોઈ શકે છે. મામલાની તપાસ કરી રહેલી પોલીસની ટીમે મોહિતના પરિવારની પણ પૂછપરછ કરી છે. મોહિતનો કોલ રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Tik Tok પર લાખો ફોલોઅર્સ ધરાવતા મોહિત પર અંધાધૂંધ ગોળીબારમાં મોત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/tiktok-celebrity-shot-dead-near-delhi-attackers-seen-on-cctv/
via Best Gujarati News

0 Comments