News@12 PM:મોદીએ NDAના નેતાઓને ‘કાન’માં શું કહ્યું?, ઇસરોને મળી મોટી સફળતા સહિતના સમાચાર
લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલમાં NDAને બહુમતી મળ્યા પહેલાં જ નરેન્દ્ર મોદીએ મંત્રીપરિષદના સભ્યો સાથે મુલાકાત કરી અને ઇસરોને મળી મોટી સફળતા તથા પ્રજાની સામે એક બાજુ કોંગ્રેસની ન્યાય સ્કીમ અને બીજીબાજુ ભાજપનું આ સંકલ્પ પત્ર તેમજ પંજાબ કોંગ્રેસમાં કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુનાં નિવેદનો સામે બગાવત જાગી તથા પતિની વિઝા કન્સ્લટન્સી ઓફીસની યુવતી સાથે અફેર હોવાની શંકા રાખીને પત્નીનું કારસ્તાન અને અમદાવાદના ધોળકામાં એક વિચિત્ર અકસ્માત થયો અને એક્ઝિટ પોલ બાદ કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, પાવર અને એનબીએફસીમાં તેજી તથા ICC વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયા ઇંગલેન્ડ માટે રવાના થઇ સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1:લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં PM મોદીએ NDAના નેતાઓને ‘કાન’માં શું કહ્યું?
લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલમાં NDAને બહુમતી મળ્યા પહેલાં જ પૂર્વાનુમાનોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીપરિષદના સભ્યો સાથે મંગળવારના રોજ દિલ્હીમાં મુલાકાત કરી અને તેમનો આભાર વ્યકત કર્યો. આ બેઠક ભાજપ મુખ્યાલયમાં યોજાઇ હતી.
વધુ વાંચવા કરો ક્લિક-2: ઇસરોને મળી મોટી સફળતા, સેટેલાઇટ ‘RISAT-2 B’ મિશન સફળ, ત્રીજી આંખનું કરશે કામ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી46ની સાથે ભારતના દરેક હવામાનની રડાર ઇમેજિંગ પૃથ્વી પર નજર રાખતા ઉપગ્રહ ‘આરઆઇઇસેટ-2બી’નું સફળ પ્રક્ષેપણ કર્યું. આ પ્રક્ષેપણ બુધવારે વહેલી સવારે 5.30 વાગ્યે કરાયું. ઇસરોએ કહ્યું કે પીએસએલપી46એ આરઆઇસેટ-2બીને પૃથ્વીની નીચલી કક્ષા (લૉ અર્થ ઑર્બિટ)માં સફળ રીતે સ્થાપિત કર્યું.
વધુ વાંચવા કરો ક્લિક-3:PM મોદીના આ 7 મોટા વચનો આગળ રાહુલના રૂ.72000 ફિક્કા પડી ગયા
2019ના ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસનો આખો ચૂંટણી પ્રચાર ન્યાય NYAY સ્કીમ પર કેન્દ્રિત હતો. પાર્ટીએ આ સ્કીમની જાહેરાત અંતર્ગત વચન આપ્યું હતું કે તેઓ ગરીબોને વાર્ષિક 72000 રૂપિયા આપશે. પરંતુ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે એવું લાગે છે કે મતદાતા આ યોજનાથી પ્રભાવિત થયા નથી. પ્રજાની સામે એક બાજુ કોંગ્રેસની ન્યાય સ્કીમ અને બીજીબાજુ ભાજપનું આ સંકલ્પ પત્ર હતું.
વધુ વાંચવા કરો ક્લિક-4:સિદ્ધુ સામે ચૂંટણીનાં પરિણામો પછી પગલાં લેવાશે : કોંગ્રેસ
પંજાબ કોંગ્રેસમાં કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુનાં નિવેદનો સામે બગાવત જાગી છે. મોટાભાગનાં પ્રધાનો સિદ્ધુની વિરૂધ્ધ થઈ ગયા છે. પંજાબનાં પ્રભારી આશા કુમારી પણ સિદ્ધુથી ખફા છે. તેમણે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ પાસેથી આ મામલે રિપોર્ટ માગવામાં આવ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: અ’વાદમાં પતિના અફેરની શંકાએ પત્નીએ ઘડ્યો માસ્ટર પ્લાન, FBમાં ફેક ID બનાવી કર્યું એવું કે…!!
પતિની વિઝા કન્સ્લટન્સી ઓફીસની યુવતી સાથે અફેર હોવાની શંકા રાખીને પત્નીનું કારસ્તાન બહાર આવ્યું છે. મહિલાએ પતિની પ્રેમિકા હોવાની શંકા રાખી યુવતીના નામનું અને અન્ય યુવતીઓના નામના ફેક ફેસબૂક આઈડી બનાવ્યા હતા.
વધુ વાંચવા કરો ક્લિક-6: જૂનાગઢમાં બેંક લોનની રીકવરી માટે ગયેલા યુવાનને મળ્યું મોત, પિતા-પુત્રએ આપ્યો ઘટનાને અંજામ
જૂનાગઢમાં બે દિવસ અગાઉ બેંક લોનની રીકવરી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં બે સગા ભાઇઓ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક ભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક ભાઇ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે પિતા-પુત્રની ઝડપી લીધા છે જયારે અન્ય આરોપી હજુ ફરાર છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: જબરો અકસ્માત: રોડ પર દોડતી બાઇકમાં ફિલ્મીઢબે આગ લાગી, 2 ભડથું, એક યુવતી ઘાયલ
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે ગઇકાલે અમદાવાદના ધોળકામાં એક વિચિત્ર અકસ્માત થયો હતો. આ ઘટનામાં રોડ પર કોઇકારણસર ચાલું બાઇકે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર 2 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. બાઇકમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
વધુ વાંચવા કરો ક્લિક-8: મોદી સરકાર ફરી બનશે તો વધી શકે છે આ શેર, જાણો કોને થશે લાભ
એક્ઝિટ પોલ બાદ કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, પાવર અને એનબીએફસીમાં તેજી આવી છે. એક્ઝિટ પોલ્સમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે તેવી વાત કરવામાં આવી છે. બજાર વિશ્લેષકોને લાગી રહ્યું છે કે જો બીજેપી પક્ષ સત્તા પર આવે છે, તો આ ક્ષેત્રોને લાભ કરી શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ જવા રવાના, વિરાટ કોહલી બોલ્યો કે…
ICC વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયા ઇંગલેન્ડ માટે રવાના થઇ ગઇ છે. 30મી મેથી યોજાનાર આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને ખૂબ જ મજબૂત દાવેદાર મનાય છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે રાઉન્ડ રોબિન પ્રારૂપમાં દમદાર હરિફોની વિરૂદ્ધ રમવાથી આગામી વર્લ્ડ કપ ખૂબ જ પડકારજનક બની ગયો છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: વર્લ્ડકપ-2019માં આ 10 વિશેષ બોલ મચાવશે ધમાલ, વિરોધી ટીમોના બોલાવી દેશે ભુક્કા
વર્તમાન સમયના ક્રિકેટમાં બેટની જ બોલબાલા જોવા મળે છે અને જ્યારે ટી20 ફોર્મેટ શરૃ થઇ છે ત્યારથી બેટ્સમેનો રનનો ઢગલો કરવામાં વધારે નિષ્ણાત બની ગયા છે. બેટ્સમેનોની ધોલાઇથી બચવા માટે બોલર્સ પણ વિવિધ પ્રકારના હથિયાર શોધતા થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM:મોદીએ NDAના નેતાઓને ‘કાન’માં શું કહ્યું?, ઇસરોને મળી મોટી સફળતા સહિતના સમાચાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/22-may-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments