મતગણતરી પહેલા જ ભાજપ-વિપક્ષ થયા સક્રિય, આ રીતે ગોઠવી રહ્યાં છે પાસા
લોકસભાની ચૂંટણીની મતગણતરીને હવે માત્ર એક જ દિવસ બાકીએ છે ત્યારે સત્તારૂઢ અને વિરોધ પક્ષ પોતપોતાના તરફથી પાસાઓ ગોઠવી રહ્યાં છે. એક તરફ જ્યાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે બે બેઠકોની આગેવાની કરી, તો બીજી બાજુ 22 વિપક્ષી દળોના નેતાઓએ પણ રાજકીય ઘટનાક્રમ પર ચર્ચા કરી. વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીએ મતગણતરીની પ્રક્રિયામાં પાદરર્શિયતા લાવવાની માંગણી કરી. તો એક્ઝિટ પોલમાં ભાજપના નેજા હેઠળની રાજગ ફરી એકવાર સત્તામાં આવવાની શક્યતાઓના અનુમાન વચ્ચે અમિત શાહે એક બેઠક કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીપો સાથે મુલાકાત કરી.
ભાજપે તેને 23મેએ લોકસભાની ચૂંટણીની મતગણતરી પહેલા મંત્રીઓને રાષ્ટ્રની સેવા બદલ આભાર વ્યક્ત કરવાનો અવસર ગણાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીઓમાં રાજનાથ સિંહ, નીતીન ગડકરી, અરૂણ જેટલી, જેપી નડ્ડા અને પ્રકાશ જાવડેકર સહિત અનેક મંત્રીઓએ બેઠકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ભાજપના સાથી પક્ષો લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન, અકાલી દળના હરસિમરત કૌર બાદલ અને અપના દલની અનુપ્રિયા પટેલ પણ બેઠકમાં શામેલ થયા હતાં.
‘આભાર મિલન’ના નામે આયોજીત કરવામાં આવેલીએ આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પ્રચારને એક તીર્થયાત્રા સાથે જોડતા કહ્યું હતું કે, આ ચૂંટણી અન્ય ચૂંટણીથી કંઈક જૂદી જ રહી કારણ કે તેને માત્ર પાર્ટી જ નહીં પણ લોકોએ લડી. ભાજપે વડાપ્રધાનનો હવાલો આપતા કહ્યું હતું કે, મેં અનેક ચૂંટણીઓ જોઈ પન આ ચૂંટણી રણનીતિથી અલગ જ રહીએ. તેને લોકોએ લડી. મેં અનેક વિધાનસભાની ચૂંટણીઓ અને ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અભિયાનમાં ભાગ લીધો છે. આ દરમિયાન દેશભરનો પ્રવાસ પણ ખેડ્યો, અપણ આ વખતનો ચૂંટણી પ્રચાર મને તીર્થયાત્રા જેવો લાવ્યો.
તો બીજી બાજુ વિપક્ષી નેતાઓની બેઠક્માં કોંગ્રેસના અહેમદ પટેલ, અશોક ગહેલોત, ગુલામ નબી આઝાદ અને અભિષેક મનુ સિંઘવી, સીપીએમ તરફથી સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન, ટીડીપીના ચંન્દ્રબાબૂ નાયડૂ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, સપાના રામગોપાલ યાદવ, બસપાના સતીશ ચન્દ્ર મિશ્હ્રા તથા દાનિશ અલી, દ્રમુકના કનિમોઝી, રાજદના મનોજ ઝા, એનસીપીના પ્રફુલ પટેલ અને માજિદ મેમણ સહિતના અનેક નેતાઓએ બેઠકોનો ધમધમાટ બોલાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મતગણતરી પહેલા જ ભાજપ-વિપક્ષ થયા સક્રિય, આ રીતે ગોઠવી રહ્યાં છે પાસા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/discussions-between-political-parties-before-counting-bjp-congress/
via Best Gujarati News
0 Comments