એક્ઝિટ પોલના રિઝલ્ટ સામે આવ્યા બાદ ઉત્સાહિત ભાજપ અધ્યક્ષ અમિત શાહે અંતિમ પરિણામોના બે દિવસ પહેલાં જ એનડીએના નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. શાહની આ ડિનર પાર્ટીમાં 35 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી. આ પાર્ટીમાં દરેક નેતાની પસંદ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

શાહનું મેનુ, દરેક નેતાને સાલ
અમિત શાહે રાખેલ ડિનર પાર્ટીમાં પનીર પસંદા, વેજ બિરયાની, એપ્પલ જલેબી, માલપુઆ રબડી, દમ આલુ, મલાઇ મેથી, દહીંવડા, કુલ્ફી સહિત અંદાજે 35 પકવાન પીરસાયા. આ સિવાય પીએમ મોદીની પસંદનું ધ્યાન રાખતા ગુજરાતી પકવાન બનાવ્યા હતા. ડિનરની સાથો સાથ એનડીએના નેતાઓને શાલ અને બુકે આપી તેમનું સમ્માન કરાયું હતું.

દિલ્હીની અશોકા હોટલમાં યોજાયેલી ડિનર પાર્ટીમાં એનડીએ સાથે જોડાયેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, જેડીયુ અધ્યક્ષ નીતીશ કુમાર, શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ અને તેમના દીકરા સુખબીર સિંહ બાદલ, લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન, એઆઇએડીએમકેના ઇ.પલાનીસ્વામી અને ઓ પન્નીરસેલ્વમ, અપના દળના અનુપ્રિયા પટેલ અને આરપીઆઈમાંથી રામદાસ અઠાવલે પણ હાજર રહ્યા. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના કેટલાંય દિગ્ગજ નેતાઓએ પણ ભાગ લીધો.

આ Video પણ જુઓ : PM મોદીનું વિઝન ખૂબ જ ઊંચુ છે : પાસવાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શાહે PM મોદીને ભાવતા ભોજનિયા પીરસ્યા, આ રહ્યું આખે આખું મેનુ List, બધાને આપી આ ગિફ્ટ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/amit-shah-diner-party-menu-list/
via Best Gujarati News

0 Comments