લોકસભા ચૂંટણી 2019: NDAને રોકવા માટે કોંગ્રેસે બનાવ્યો જબરદસ્ત માસ્ટરપ્લાન
એક્ઝિટ પોલના અનુમાન બાદ કોંગ્રેસે એનડીએને સત્તામાં પાછા ફરતા રોકવાની તૈયારી વધુ તેજ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે પરિણામો પહેલાં જ ગઠબંધનને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇ ગોટિયાં સેટ કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસનું માનવું છે કે જો એનડીએ બહુમતીથી થોડીક દૂર રહે છે તો આ પ્રકારની રણનીતિ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે.
‘ચૂંટણી પછી અને પરિણામો પહેલાં ગઠબંધન’ની રણનીતિ પર કોંગ્રેસની ટોપ લીડરશિપ કામ કરી રહી છે. હાલ આ રણનીતિ પર અન્ય સંભવિત ભાગીદારોની સાથે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ પ્રકારની વાતચીતમાં ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી નેતા અહેમદ પટેલ અને જયરામ રમેશ સામેલ છે.
કર્ણાટક ફોર્મ્યુલાની તૈયારી
સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસની ટોપ લીડરશીપને એ રીતનો પ્લાન સીનિયર વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ બતાવ્યો છે. જેમાં પાર્ટીને કહ્યું કે જે રીતે કર્ણાટકમાં ચૂંટણી બાદ અને અંતિમ પિરણામોની ઠીક પહેલાં કોંગ્રેસ અને જેડીએસ એ ગઠબંધન કરીને ભાજપને સત્તામાં આવતા રોકયું છે, ઠીક એવી જ રીતે કેન્દ્રમાં પણ આ પ્રયોગ સફળ થઇ શકે છે. પાર્ટીએ સિંઘવીને આ રણનીતિના કાયદાઓ પર કામ કરવાની જવાબદારી સોંપી છે.
સૂત્રોનું કહેવું છે કે આ દિશમાં પેહલું કદમ અન્ય પક્ષોને એક સાથે લાવવા અને આવતા 24 કલાકની અંદર પરિણામોથી પૂર્વ ગઠબંધનની જાહેરાત કરવાની છે. કહેવાય છે કે તેના માટે ચર્ચા પહેલેથી જ શરૂ થઇ ચૂકી છે. આ કવાયદનો હેતુ એ છે કે નોન ભાજપ પક્ષોની પહેલેથી જ ‘ઘેરાબંધી’ કરી લીધી, જેથી કરીને પરિણામો બાદ અન્ય સહયોગીઓને શોધવામાં ભાજપને મુશ્કેલી પડે.
સૂત્રોનું કહેવું છે કે જો એનડીએ બહુમતીથી દૂર રહે છે તો આગળનું પગલું એ હશે કે સરકાર બનાવાનો દાવો કરવામાં આવે અને સાથો સાથ સર્વસહમતિથી એક નેતાની તપાસ કરાય. આ બિલકુલ એ જ રીત છે જેનાથી કોંગ્રેસ અને જેડીએસ એ કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવાથી રોકયા હતા. ભાજપ કર્ણાટકમાં 104 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ 9 ધારાસભ્યોની કમીથી સરકાર બનાવાથી ચૂકી ગઇ હતી.
કર્ણાટકના રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીના નેતા હોવાના નાતે યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા, પરંતુ વિપક્ષની અરજી બાદ સુપ્રીમ કોર્ટે કેસમાં દખલ દીધી અને તરત વિશ્વાસ મત કરાવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટના લીધે ભાજપને વધુ સમય મળ્યો નહીં અને તે સદનમાં બહુમતી સાબિત કરી શકયું નથી.
આ Video પણ જુઓ : ઇવીએમનો આ મુદ્દો અને ઇવીએમની કાર્યપદ્ધતિની સમજ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોકસભા ચૂંટણી 2019: NDAને રોકવા માટે કોંગ્રેસે બનાવ્યો જબરદસ્ત માસ્ટરપ્લાન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-congress-master-plan-for-polls-result/
via Best Gujarati News
0 Comments