લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં PM મોદીએ NDAના નેતાઓને ‘કાન’માં શું કહ્યું?
લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલમાં NDAને બહુમતી મળ્યા પહેલાં જ પૂર્વાનુમાનોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીપરિષદના સભ્યો સાથે મંગળવારના રોજ દિલ્હીમાં મુલાકાત કરી અને તેમનો આભાર વ્યકત કર્યો. આ બેઠક ભાજપ મુખ્યાલયમાં યોજાઇ હતી.
આ દરમ્યાન નરેન્દ્ર મોદી એ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની તુલના ‘તીર્થયાત્રા’ સાથે કરતાં મંગળવારના રોજ કહ્યું કે એવું મહેસૂસ થાય છે જેમકે જનતા દેશના પુન:ર્જાગરણ અને રાષ્ટ્રીય ઉત્થાનના અભિયાનમાં યોગદાન આપવા માટે કૃત સંકલ્પિત હતી. આ ચૂંટણી માત્ર પાર્ટી એ જ નહીં પરંતુ પ્રજા એ પણ લડી.
મંત્રીપરિષદની બેઠક બાદ અશોકા હોટલમાં NDAના ઘટક દળોના નેતાઓની પણ બેઠક થઇ જેમાં એક પ્રસ્તાવ રજૂ કરાયો. આ પ્રસ્તાવમાં કહ્યું કે રાજગ સાચા અર્થમાં ભારતની વિવિધિતા અને ગતિશીલતાનું પ્રતિનિધત્વ કરે છે.
વડાપ્રધાને કહ્યું કે મેં કેટલીય ચૂંટણીઓ જોઇ છે પરંતુ આ ચૂંટણી રાજકારણથી પર છે. મેં કેટલીય વિધાનસભા ચૂંટણી અને પાછલી લોકસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાનમાં ભાગ લીધો છે. આ દરમ્યાન દેશભરમાં પ્રવાસ પણ કર્યો, આ વખતે ચૂંટણી પ્રચાર તીર્થયાત્રા જેવો લાગ્યો. તેમણે રાષ્ટ્રનિર્માણ માટે NDAને એકજૂથ થઇ કામ કરવા પર જોર આપ્યું.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અમિત શાહ, નીતીશ કુમાર, ઉદ્ધવ ઠાકરે વગેરે લોકો એ પણ સંબોધન કર્યું. બેઠકમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરાઇ કે ઇવીએમને લઇ અનાવશ્યક મુદ્દો ઉઠાવી રહ્યા છે. મોદીએ આ બેઠકમાં કેટલાંય વિમર્શ (નેરેટિવ) બદલવાની વાત કહી. તેમણે કહ્યું કે ગરીબી જ સૌથી મોટી સમસ્યા છે. NDAના તમામ નેતાઓએ આ બેઠકમાં વડાપ્રધાનના વિઝન અને તેમના નેતૃત્વના વખાણ કર્યા છે. બેઠકમાં એનડીએના ઘટક દળોના નેતા ઉપસ્થિત હતા. બેઠકમાં ત્રણ દળોના નેતાઓએ પત્ર લીખને પોતાનું સમર્થન આપ્યું છે.
આ Video પણ જુઓ : ફ્લોર ટેસ્ટમાં ખિલશે ‘કમલ’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં PM મોદીએ NDAના નેતાઓને ‘કાન’માં શું કહ્યું? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/this-election-was-like-a-pilgrimage-for-me-pm-modi/
via Best Gujarati News
0 Comments