PM મોદીના આ 7 મોટા વચનો આગળ રાહુલના રૂ.72000 ફિક્કા પડી ગયા
2019ના ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસનો આખો ચૂંટણી પ્રચાર ન્યાય NYAY સ્કીમ પર કેન્દ્રિત હતો. પાર્ટીએ આ સ્કીમની જાહેરાત અંતર્ગત વચન આપ્યું હતું કે તેઓ ગરીબોને વાર્ષિક 72000 રૂપિયા આપશે. પરંતુ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે એવું લાગે છે કે મતદાતા આ યોજનાથી પ્રભાવિત થયા નથી. પ્રજાની સામે એક બાજુ કોંગ્રેસની ન્યાય સ્કીમ અને બીજીબાજુ ભાજપનું આ સંકલ્પ પત્ર હતું.
ખેડૂતો માટે વચન
દેશના તમામ ખેડૂતોને કિસાન સમ્માન નિધિનો લાભ અપાશે. નાના અને સીમાંત ખેડૂતો માટે પણ પેન્શનની સુવિધા શરૂ કરાશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર મળનાર એક લાખ રૂપિયા સુધીની લોન 5 લાખ સુધી વ્યાજ રહિત રહેશે.
વેપારીઓને વચન
60 વર્ષથી વધુ ઉંમરવાળા નાના દુકાનદારો અને વેપારીઓ માટે પેન્શન યોજના શરૂઆત કરાશે. કિસાન કાર્ડના તર્જ પર વેપારી કાર્ડ લોન્ચ કરાશે. વેપારીઓ અને સરકારની વચ્ચે શ્રેષ્ઠ તાલમેલ માટે રાષ્ટ્રીય વેપાર આયોગની રચના કરાશે.
શિક્ષણ ક્ષેત્રમાં બદલાવનું વચન
મોદી સરકારે સંકલ્પ પત્રમાં કહ્યું કે જો સરકાર ફરીથી આવે તો મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ અને લૉ કોલેજમાં સીટોની સંખ્યામાં વધારો કરાશે. રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાનની સ્થાપના કરાશે. આ સંસ્થાનોમાં ચાર વર્ષનો ખાસ કોર્સ થશે. જે સ્કૂલોના શિક્ષકોમાં ગુણવત્તાના માપદંડ નક્કી કરશે. 2024 સુધીમાં કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય જેવી 200 વધુ સ્કૂલ હશે. કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનોમાં કમ સે કમ 50 ટકા સુધી સીટ વધારવા માટે પગલાં ઉઠાવાશે.
આતંકવાદ પર ઝીરો ટોલરન્સ
રાષ્ટ્રવાદને લઇ સરકાર પ્રતિબદ્ધ રહેશે અને આતંકવાદની વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની પોલિસી અપનાવાશે. સત્તામાં ફરીથી પરત ફરતા જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 અને 35Aને ખત્મ કરાશે અને સમાન નાગરિક સંહિતાને લાગૂ કરાશે.
ટ્રિપલ તલાકનો સંકલ્પ પત્રમાં ઉલ્લેખ
ટ્રિપલ તલાકની વિરૂદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવાનો પ્રયાસ કરાશે. મોદી સરકાર ટ્રિપલ તલાકના મુદ્દાને લઇ પાછલા દિવસોમાં પણ ખૂબ જ સક્રિય દેખાઇ હતી. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રયાસ પણ ચાલુ રહેશે.
રામ મંદિરને લઇ પહેલની કોશિષ
સરકારની તરફથી રામ મંદિર પર પણ તમામ સંભાવનાઓને તપાસવાની પ્રક્રિયા ઝડપી કરાશે. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઝડપથી મંદિર નિર્માણનો પ્રયાસ થશે. લોકોને પણ ખબર છે કે હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
દરેક પરિવારને ઘર આપવાનું વચન
સંકલ્પ પત્રમાં ભાજપે સરકારમાં વાપસી બાદ દરેક પરિવારને પાક્કા મકાન આપવાની કિશામાં તેજીથી કામ કરવાનું વચન આપ્યું છે. વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને એલપીજી કનેક્શન આપવાની કોશિષ થશે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દોઢ લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખોલાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદીના આ 7 મોટા વચનો આગળ રાહુલના રૂ.72000 ફિક્કા પડી ગયા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/bjp-sankalp-patra-focuses-on-farmer-women-youth-and-education-against-congress-nyay-scheme/
via Best Gujarati News
0 Comments