ઇસરોને મળી મોટી સફળતા, સેટેલાઇટ ‘RISAT-2 B’ મિશન સફળ, ત્રીજી આંખનું કરશે કામ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી46ની સાથે ભારતના દરેક હવામાનની રડાર ઇમેજિંગ પૃથ્વી પર નજર રાખતા ઉપગ્રહ ‘આરઆઇઇસેટ-2બી’નું સફળ પ્રક્ષેપણ કર્યું. આ પ્રક્ષેપણ બુધવારે વહેલી સવારે 5.30 વાગ્યે કરાયું. ઇસરોએ કહ્યું કે પીએસએલપી46એ આરઆઇસેટ-2બીને પૃથ્વીની નીચલી કક્ષા (લૉ અર્થ ઑર્બિટ)માં સફળ રીતે સ્થાપિત કર્યું.
ઇસરોની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએસએલવી-સી46ને પોતાના 48મા મિશન પર સવારે સડા પાંચ વાગ્યે અહીંથી 130 કિલોમીટરથી વધુ દૂર આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પ્રક્ષેપિત કર્યું.
આ ઉપગ્રહનું વજન 615 કિલોગ્રામ છે અને તેને પ્રક્ષેપણના અંદાજે 15 મિનિટ બાદ પૃથ્વીની નીચલી કક્ષામાં છોડવામાં આવ્યો. આ સેટેલાઇટ ગુપ્ત નજર, કૃષિ, વન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહયોગ જેવા ક્ષેત્રોમાં મદદ કરશે.
આ પ્રક્ષેપણ એટલા માટે મહત્વનું છે કારણ કે તે રિસેટ સેટેલાઇટનો ચોથો ઉપગ્રહ છે. તેની મદદથી દુશ્મનો પર નજર રાખવી અને ડિઝાસ્ટરના સમયે સાચી જાણકારી એકત્ર કરવી સરળ થઈ જશે. રિસેટની સેવાને ધ્યાનમાં રાખતા 300 કિલોગ્રામનો રિસેટ-2B સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યું છે.
ISROના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઇટ ધરતી પર થઈ રહેલી નાની ગતિવિધિઓની યોગ્ય સ્થિતિ નથી જોઈ શકતા. સિન્થેટિક અપર્ચર રડાર (SAR)આ ખામીને દૂર કરશે. તેની મદદથી ઘેરા વાદળ છવાયેલાં હોય કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય કે પછી રાતનું અંધારું હોય, તે સાચી તસવીર જાહેર કરશે. તેનાથી ડિઝાસ્ટરના સમયે રાહત પહોંચાડવી અને સુરક્ષાદળોને દુશ્મનોના ઠેકાણાઓની સાચી જાણકારી મેળવવામાં સરળતા રહેશે.
ઇસરોના પ્રમુખ શિવને સેટેલાઇટના સફળ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મને એ માહિતી આપતા ખૂબ જ ખુશી છે કે પીએસએલવી46નું લોન્ચ સફળ રહ્યું. આ મોટી ઉપલબ્ધિ છે. તેમણે આ મિશનમાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.
ચેન્નાઇમાં હતો આવો નજારો
આરઆઇસેટ સીરીઝની પહેલા સેટેલાઇટ 20 એપ્રિલ 2009ના રોજ લોન્ચ કરાયું હતું. 300 કિલોગ્રામનો સેટેલાઇટ X-બેન્ડ સિંથેટિક અપર્ચરનો ઉપયોગ કરે છે જેને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝે બનવ્યો છે. આરઆઇસેટ-1 લોન્ચને Risat-2ના લોન્ચ પર પ્રાથમિકતા આપતા 2008 મુંબઇ આતંકી હુમલા બાદ ટાળી દેવાયો છે. સ્વદેશમાં વિકસિત રડાર ઇમેજિંગ ઉપગ્રહ, આરઆઇસેટ-1ને 26મી એપ્રિલ 2012ના રોજ લોન્ચ કરાયો હતો.
ઇસરો પ્રમુખે સેટેલાઇટ લોન્ચ પહેલાં તિરૂપતિના પ્રસિદ્ધ ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. શિવનના મતે આરઆઇસેટ-2બી બાદ ઇસરો ચંદ્રયાન-2 પર કામ કરશે. જેનો 9 થી 16 જુલાઇની વચ્ચે પ્રક્ષેપણ કાર્યક્રમ છે. ઇસરો 6 સપ્ટેમ્બર સુધી ચંદ્રયાન-2ના રોવર ને ઉતારવાને લઇ આશાવાદી છે.
આ Video પણ જુઓ : EVM દરેક ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેતો મુદ્દો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇસરોને મળી મોટી સફળતા, સેટેલાઇટ ‘RISAT-2 B’ મિશન સફળ, ત્રીજી આંખનું કરશે કામ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/isro-pslvc46-successfully-injects-risat2b-into-low-earth-orbit/
via Best Gujarati News
0 Comments