। ભુજ ।

ભારતીય જળ સીમામાં નાપાક હરકતને ભારતીય કોસ્ટગાર્ડે વધુ એકવાર નિષ્ફળ બનાવી હતી. જખૌ નજીક ભારતીય આંતરરાષ્ટી્રય જળસીમામાંથી અંદાજિત રૂ.પ૦૦ કરોડનું ડ્રગ્સ ડિલિવરી થઈને ભારતમાં પહોંચે તે પહેલાં જ પૂર્વ માહિતીના આધારે દિલધડક ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી હતી. વહેલી પરોઢે ડીઆરઆઈ અને ગુપ્તચર શાખાઓએ આપેલા ઇનપુટના પગલે હાથ ધરવામાં આવેલા ગુપ્ત ઓપરેશનમાં કોસ્ટગાર્ડને સફળતા મળી હતી. પાકિસ્તાનની માછીમારીની બોટ અલ મદિનામાં ડ્રગ્સ ભરીને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું હતું. હાલ બોટ તથા તેમાંથી મળી આવેલી સંદિગ્ધ ચીજ વસ્તુઓ સહિતનો સમગ્ર મુદ્દામાલ તથા બોટમાં રહેલા શખ્સોને કોસ્ટગાર્ડ દ્વારા જખૌ બંદર પર લઈ આવવામાં આવ્યાં છે.

કરાચીથી આવ્યા બાદ પાક. બોટ આગળ વધવાના સિગ્નલની રાહ જોતી હતી 

ભારતીય જળસીમામાં ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ડ્રી નજીક પાકિસ્તાનના કરાચીથી આવ્યા બાદ અલ મદિના આગળ વધવાના સિગ્નલની રાહ જોતી બાઉન્ડ્રી લાઇનની બાજુમાં ઊભી છે તેવી માહિતી મળતા ભારતીય કોસ્ટગાર્ડએ દરિયામાં પેટ્રોલિંગ કરી રહેલી બોટને ત્યાં પહોંચવાની સૂચના આપી હતી, ત્યારબાદ અન્ય બે બોટ પણ કોસ્ટગાર્ડની ત્યાં પહોંચી હતી અને અલ મદિનાને કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી

ડ્રગ્સ ભરેલી બોટમાં છ પાકિસ્તાની સવાર હતા

કોસ્ટગાર્ડે દિલધડક ઓપરેશન દ્વારા ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાની ફિરાકમાં રહેલી અલ મદિના નામની પાકિસ્તાની બોટને ઝડપી, તેમાં છ પાકિસ્તાનીઓ સવાર હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. આ તમામ શખસોને જખૌના દરીયાકાંઠા લાવવામાં આવ્યા હતા. જ્યાં તેની પોલીસ અને વિવિધ સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓએ પૂછપરછ હાથ ધરી છે.

મળી આવેલા શંકાસ્પદ પેકેટ કેમિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યાં

બોટમાંથી મળી આવેલા શંકાસ્પદ પેકેટની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ જથ્થાની ઓળખ માટે કેમિકલ એનાલિસિસમાં મોકલવામાં આવ્યા હોવાનું કોસ્ટગાર્ડની એક યાદીમાં જણાવાયું હતું. હાલ તો આ તમામ શંકાસ્પદ પેકેટ તરીકે કોસ્ટગાર્ડએ હસ્તગત કર્યા છે.

ગુજરાતના દરિયામાં નાપાક પ્રવૃત્તિઓ બે વાર નિષ્ફળ  

એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા માર્ચમાં પણ ઓપરેશન ચલાવાયું હતું. જેમાં પણ ૧૦૦ કિ.ગ્રા ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું, ત્યારબાદ બીજું મોટું સફળ ઓપરેશન કરાયું હતું. જેમાં ભારતીય એજન્સીઓને સફળતા મળી હતી. આમ ગુજરાતના દરિયામાં નાપાક પ્રવૃત્તિઓને બે વાર નિષ્ફળ બનાવાઈ હતી. આ વખતે  પાકિસ્તાની શખસો અને ડ્રગ્સને ઉતાર્યા પૂર્વે જ કિનારે લાંગરવામાં આવેલી બોટમાં જ વિવિધ ૧૦ જેટલી ગુપ્તચર-સુરક્ષા એજન્સીઓએ જોઈન્ટ ઈન્ટ્રોગેશન શરૂ કરી દીધું હતું.

ઇનપુટ મળતા કોસ્ટગાર્ડે ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ટ્રી નજીક વોચ ગોઠવી હતી

જખૌ નજીક ભારતીય જળ સીમામાં અવાર-નવાર પાક. દ્વારા નાપાક હરકત આચરવામાં આવતી હોય છે, ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમના મનસૂબાઓને નિષ્ફળ બનાવીને જડબાતોડ જવાબ આપી રહી છે. ડ્ઢઇૈં અને ભારતીય ગુપ્તચર શાખાએ આપેલા ઇનપુટના પગલે કોસ્ટગાર્ડ દ્વારા જખૌ નજીક ભારતીય જળસીમામાં એન્ટિ સ્મગલિંગ ઓપરેશન હાથ ધરીને પાક.ની અલ મદિના નામની ફિશિંગ બોટને ઝડપી લેવામાં આવી હતી. સોમવારના સાંજે ૭ વાગ્યે ડીઆરઆઈ અને ગુપ્તચર એજન્સીના ઇનપુટના મળતા કોસ્ટગાર્ડે ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ટ્રી નજીક વોચ ગોઠવી હતી. કોસ્ટગાર્ડને માહિતી મળી હતી કે, આંતરરાષ્ટ્રીય સમુદ્રમાંથી ડ્રગ્સની ડિલિવરી થવાની છે. જેના આધારે ભારતીય જળસીમામાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગુપ્ત ઓપરેશન દરમિયાન કોસ્ટગાર્ડની બે ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટ સામેલ કરાઈ હતી. જેમાં ચાલી રહેલા ગુપ્ત ઓપરેશનમાં વહેલી પરોઢે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. અલ મદિના નામની બોટને ટાર્ગેટ કરવામાં આવી હતી. જેને કોસ્ટગાર્ડે પડકારતાં તેમાં ઉપસ્થિત શખ્સો કેટલાક પેકેટ દરિયાના જળમાં ફેંકવાનું શરૂ કર્યું હતું, પરંતુ ગણતરીની મિનિટોમાં કોસ્ટગાર્ડએ બોટ પર કબ્જો જમાવી લીધો હતો અને દરિયામાં પેકેટ ફેંકવામાં આવેલા સાત જેટલા પેકેટને પણ રિકવર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જખૌ નજીક પાકિસ્તાની બોટમાંથી રૂ.૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું   appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/jakhau-near-pakistani-bottom/
via Best Gujarati News

0 Comments