Googleની આ એપ્લિકેશનને પ્રમોટ કરવા પર મળશે કેશેબેક, કંપનીએ બનાવી યોજના
વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ દ્વારા તેના પોતાના પેમેન્ટ પ્લેટફોર્મ Google Payને વધુમાં વધુમાં લોકો સુધી ફેલાવો થાય તે હેતુથી Google Pay એન્ડ્રોયડ એપ્લિકેશન પર કેશબેક આપવાની યોજના બનાવી રહ્યું છે. પ્રોજેક્ટ ક્રૂઝર કોડનેમની ઇન-એપ એન્ગેજમેન્ટ રિવોર્ડસ પ્લેટફોર્મ ગયા વર્ષથી આ વસ્તુ પર કામ કરી રહી છે. તેમજ તેનું નેતૃત્વ ગૂગલની નેકસ્ટ બિલિયન યૂજર્સ ટીમ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે ભારતમાં પોતાના પેમેન્ટ પ્લેટફોર્મ Google Payનો વિસ્તાર કરવા માટે ગૂગલે એપ પર કેશબેક આપવાની યોજના તૈયાર કરી છે. ગૂગલ દ્વારા આ યોજનાનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને ભારતના યૂઝરને બમ્પર કેશબેક આપવામાં આવશે. ટેક ક્રન્ચ કંપની ગૂગલે જણાવ્યું હતું કે Google Payનો ઉપયોગ વ્યવસાયો અને ઉપયોગકર્તાની વચ્ચે લેણદેણમાં કરવામાં આવશે જેના કારણે Google Payનો વ્યાપ વધશે. કંપનીના કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં અનેક વ્યવસાયો ગૂગલ સાથે જોડાવા માટે તૈયાર થઈ ગયા છે.
એક અહેવાલ મુજબ જો તમે ગૂગલ એપ અપડેટ કરશો તો અથવા મિત્રને રિફર કરશો તો તમે એક ચોક્કસ રકમ જીતવાની તક આપવામાં આવશે. Google Pay પરથી જ તમે આ કેશબેક કે વાઉચર્સ મેળવી શકશો. Google Pay દ્વારા માર્કેટમાં લોન્ચીંગ વખતે ગૂગલ તેજ નામ આપવામાં આવ્યું હતું. જોકે બજારમાં પોતાનો વ્યાપ વિસ્તારવા માટે ગૂગલે નામ બદલી અને Google Pay નામ રાખી દીધું હતું. હાલમાં અનેક ઓનલાઇન પેમેન્ટ દરમિયાન ગૂગલ દ્વારા કેશબેક આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Googleની આ એપ્લિકેશનને પ્રમોટ કરવા પર મળશે કેશેબેક, કંપનીએ બનાવી યોજના appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/google-pay-cash-back-offer-promote-uses-india/
via Best Gujarati News


0 Comments