Suzukiની 250 સીસીનું દમદાર એન્જિન ધરાવતી બાઇક આવી, કિંમત ઓછી અને ફિચર્સ વધુ
Suzukiએ ભારતમાં નવી સ્પોર્ટ્સ બાઇક Gixxer SF 250 લોન્ચ કરી છે. Suzuki Gixxer SF 250 ની એક્સ શોરૂમ કિંમત 1.71 લાખ
રૂપિયા છે. Suzukiનું કહેવું છે કે આ નવી બાઇક દેશના બાઇક બજારમાં નવા યુગની શરૂઆત કરશે. આ બાઇકની ડિઝાઇન યુરોપિયન શૈલીની છે. સુઝુકીએ નવી બાઇક સાથે બજારમાં 250 સીસી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ દિલ્હીમાં તેની નવી બાઇક ગીક્સેસર એસએફ 250 લોન્ચ કરી છે. આ બાઇકમાં અનેક નવી અને સારી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. એટલું જ નહીં, કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે આ બાઇક પર વોરન્ટી પણ આપી છે. હકીકતમાં કંપનીએ ગ્રાહકોના મગજમાં વિશ્વાસ વધારવા માટે આવી યોજના બનાવી છે. બાઇકની ડિઝાઇન વિશે વાત કરીએ તો તેને વર્તમાન શ્રેણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પરંતુ તેમાં કંઇક નવું પણ જોવા મળશે. તેમાં અનેક સ્ટાઇલ હશે, જે યુવાનોને ખૂબ આકર્ષિત કરશે.
Gixxer SF 250ના જોરદાર ફિચર્સ:
Suzuki Gixxer SF 250 માં 249 સીસી, સિંગલ-સિલિન્ડર, ઓઇલ-કૂલ્ડ, ફ્યૂલ ઇન્જેક્ટેડ એન્જિન છે. આ એન્જિન 9000 આરપીએમ પર 26 બીએચપી પાવર અને 7500 આરપીએમ પર 22.6 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકમાં હેડલેમ્પ ક્લસ્ટર સાથે એલઇડી ડે-ટાઇમ રનિંગ લાઈટ્સ છે. સાથે જ તેમા ક્લિપ- ઓન હેંડલબાર પણ આપવામાં આવ્યાં છે. કંપનીએ આમા નવી બોડી ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો છે. બાઇકમાં સ્પ્લિટ સીટ્સ, ડબલ બેરલ એક્જસ્ટ અને 17-ઇંચની ડબલ-સ્પોક એલોય વ્હીલ મળશે. સલામતી માટે બાઇકમાં, ડિસ્ક બ્રેક અને ડ્યુઅલ ચેનલ એબીએસ ઉપલબ્ધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Suzukiની 250 સીસીનું દમદાર એન્જિન ધરાવતી બાઇક આવી, કિંમત ઓછી અને ફિચર્સ વધુ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/suzuki-gixxer-sf-250-launched-in-india/
via Best Gujarati News


0 Comments