તમારી એક્સાઇટમેન્ટ વધારવા તૈયાર છે આ ફોલ્ડેબલ લેપટોપ, મિડ રેન્જ DSLR
તાજેતરમાં કેટલાક સ્માર્ટફોન, લેપટોપ્સ અને ડીએસએલઆર સેગમેન્ટ્સમાં કેટલાક સારા લોન્ચિંગ અને જાહેરાતો થઇ છે. અમે તમારા માટે કેટલીક રસપ્રદ પ્રોડક્ટ્સલાવ્યા પસંદગી કરીને લાવ્યા છીએ. આ પ્રોડક્ટસ વિશે જાણી તમને પણ તે ખરીદવાની ઇચ્છા થશે.
લેનોવોના ફોલ્ડેબલ લેપટોપ:
અત્યાર સુધી સામાન્ય વપરાશકર્તાઓને Foldebl સ્માર્ટફોન વાપરવાની એક તક મળી નથી, પરંતુ લેનોવો એક ડગલું આગળ વધીને Foldebl લેપટોપ લાવવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં તમને 13.3-ઇંચનું OLED ડિસ્પ્લે સાથે 2K રિઝોલ્યુશન મળશે. આ લેપટોપ અંદરની તરફ વળી છે. જેથી મુસાફરી દરમિયાન નુકસાનના જોખમને ઘટાડી શકાય છે. આ લેપટોપમાં ઇન્ટેલના પ્રોસેસર, સેન્સિટિવલી સ્ટાઇલસ (પેન) અને અલગ હાર્ડવેર કીબોર્ડ સાથે આવશે. કેટલાક કસ્ટમાઇઝેશન સાથે લેનોવો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આપશે. આ લેપટોપ આગામી વર્ષ સુધી બજારમાં આવશે.
કેનન મિડ રેન્જ ડીએસએલઆર:
કેનન તેની નવી મિડ-રેન્જ ડીએસએલઆર સાથે ઉનાળાની રજાઓને વધુ યાદગાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ઇઓએસ 200 ડી II એ કંપનીનો સૌથી વધુ કોમ્પેક્ટ અને હલકો ડીએસએલઆર હશે. અને તેમાં કોઈ ફિચર્સ બાકી હોય તવું બનશે નહી. તે 24 મેગાપિક્સલ એપીએસ-સી સીએમઓએસ સેન્સર, ડિગ્રિક 8 ઇમેજ પ્રોસેસર, 512,000 આઇએસઓ, ડ્યુઅલ સીએમઓએસ ઓટોફોકસ સિસ્ટમ અને 4 વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે આવી રહ્યો છે. કોમ્પેક્ટ સાઇઝ હોવા છતાં, તે ફરતી ટચ સ્ક્રીન, આંતરિક Wi-Fi તથા બ્લૂટૂથ કનેક્ટિવિટી અને 1,070 શૉટ્સની બેટરી લાઇફ સાથે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તમારી એક્સાઇટમેન્ટ વધારવા તૈયાર છે આ ફોલ્ડેબલ લેપટોપ, મિડ રેન્જ DSLR appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/get-ready-for-new-foldable-laptops-and-mid-range-dslr/
via Best Gujarati News
0 Comments