5000 રૂપિયાથી ઓછી કિંમતમાં નોચ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના વિશેષ ફિચર્સ
માઇક્રોમેક્સે ભારતીય સ્માર્ટફોન બજારમાં iOne હેન્ડસેટ લોન્ચ કર્યો છે. આ ફોન નોચ ડિસ્પ્લે સાથે 5,000 રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 4,999 રૂપિયા છે. તેને બજારમાં ઉપલબ્ધ કરાઈ દિધો છે. આ ફોન બ્લેક અને વાદળી રંગના વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત પ્રમાણે ફોનની ટક્કર Xiaomi Redmi Go અને XOLO Era 4X જેવા સ્માર્ટફોનથી થશે.
ઉલ્લેખનિય છે કે આ સ્માર્ટફોનમાં ફક્ત 4જી સિમકાર્ડ સપોર્ટ કરે છે. જેના લીધે તેનું વેચાણ વધી ગયું છે. ખાસકરીને ગ્રામીણ અને નાના શહેરોમાં સસ્તા સ્માર્ટફોનની ડિમાંડ વધુ છે. બજારના આ વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને Micromaxએ ione લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસ વાત એ છે કે આ ફક્ત 4,999 રૂપિયાનો છે.
Micromax ioneના ફીચર્સ:
આ સ્માર્ટફોનમાં 2GB રેમ અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. મેમરી સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી 128જીબી સુધી વધારી શકાય છે. તેમાં યૂનીસોકનું એસસી 9863 ઓક્ટાકોર ચિપસેટ લાગેલી છે. આ ફોનમાં 5.45 ઇંચ એચડી પ્લસ આઇપીએસ ડિસ્પ્લે છે, જેના ટોપ પર નોચ છે અને તેનો આસ્પેક્ટ રેશ્યો 19:9 છે.ione માં 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો અને 5 મેગાપિક્સલ રિયર કેમેરા છે. ખાસવાત એ છે કે તેમાં કેમેરા નવ શૂટિંગ મોડ સાથે છે.ione એંડ્રોઇડ 9 પાઇ પર રન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 5000 રૂપિયાથી ઓછી કિંમતમાં નોચ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના વિશેષ ફિચર્સ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/micromax-ione-launched-in-india-know-price-and-offers/
via Best Gujarati News

0 Comments