બ્રિટિશ ઇલેક્ટ્રિક બાઇક બનાવતી કંપની GoZero Mobilityએ ભારતીય બજારમાં GoZero One વેચાણ માટે ઉપલબ્ધ કરાવશે. GoZero Oneને લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. યુકે સ્થિત બ્રિહંગમમાં એક વર્ષ સુધી ડિઝાઇન અને ટેક્નોલોજીમાં ડેવલોપમેન્ટ બાદ માર્ચના છેલ્લા અઠવાડિયામાં તેને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

GoZero One માં 400 વોટ લિથિયમ બેટરી લાગેલી છે. જે એક સિંગલ ચાર્જ પર 60 કિલોમીટરનું ચાલી શકે છે. GoZero One ત્રણ મોડ્સ થ્રોટલ, પેડલ એસિસ્ટ, વોક મોડ અને મેન્યુઅલ પેડલમાં સામેલ છે. જેથી કોઇપણ રાઇડર તેને સરળતાથી ચલાવી શકે છે. આ ઇ-બાઇક 250 વોટના બીએલડીસી મોટર દ્વારા ચાલે છે. અને બંને પૈડામાં ડિસ્ક બ્રેક્સ છે. જ્યારે તેમાં એક વધારાનો યુએસબી પોર્ટ અને આઇપી 65 રેટિડ કનેક્ટર પણ છે. આ બાઇકનો ફ્રેમસેટ સ્ટીલ હાર્ડ ટેલથી બનાવેલો છે. જ્યારે સસ્પેંશનમાં ઇલેક્ટ્રિક બ્રેક્સ અને ડુઅલ મિકેનિકલ બ્રેક્સ આપવામાં આવી છે.

રાઇડરના આરામ માટે GoZero Oneમાં 260 એમએમ આરદાયક સીટ આપવામાં આવી છે. તેના અન્ય ફીચર્સમાં બેકલિટ એલસીડી ડિસ્પ્લે યૂનિટ ટ્રિપ, ડિટેલ્સ ફીચર્સ સામેલ છે. પ્રીમિયમ GoZero One ઇ-બાઇકની કિંમત જીએસટી સહિત 32,999 રૂપિયા છે. આ ઇ-બાઇક https://www.gozero.in પર ઉપલબ્ધ છે. આ મહિનાના અંત સુધી આ ઇ-બાઇક GoZero Mobility એક્સપીરિયન્સ સેંટર અને અમેઝોનમાં ઉપલબ્ધ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હવે પેટ્રોલની ચિંતા છોડો, 60KMની એવરેજ આપતી બાઇકની જાણો કિંમત અને ફિચર્સ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/gozero-one-now-available-for-sale-now-price-and-features/
via Best Gujarati News

0 Comments