વર્લ્ડ કપનાં ઇતિહાસમાં આવી ગયા 107 કેપ્ટન, પરંતુ આ ભારતીય કેપ્ટનનો રેકૉર્ડ છે અટૂટ
વર્લ્ડ કપનાં 44 વર્ષનાં ઇતિહાસમાં અત્યાર સુધી 107 ખેલાડીઓએ કેપ્ટનશિપ કરી છે. જો કે આમાં કેટલાક જ કેપ્ટન્સ છે જેમણે વર્લ્ડ કપ જીત્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનાં નામે એવો રેકૉર્ડ છે જે અટૂટ છે. ગાંગુલીનાં નામે કેપ્ટન તરીકે વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકૉર્ડ છે. 4 દશકનાં સમયમાં વર્લ્ડ કપમાં 100થી વધારે કેપ્ટન્સે કેપ્ટનશિપ કરી છે, પરંતુ બેટ્સમેન તરીકે ઘણા ઓછા ખેલાડીઓ છે જેઓ ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પોતાની છાપ છોડી શક્યા છે.
આમાંથી સૌરવ ગાંગુલી એક છે. જો કે સૌરવ ગાંગુલીએ એકપણ વર્લ્ડ કપ જીત્યો નથી, પરંતુ ‘દાદા’એ ભારતીય ટીમને જીતવાનું શીખવ્યું છે. વર્ષ 2003નાં વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. ફાઇનલમાં ભારતને ઑસ્ટ્રેલિયાએ ખરાબ રીતે હરાવ્યું હતુ, પરંતુ એ વર્ષે વર્લ્ડ કપમાં સચિન તેંડુલકર બાદ જો કોઇ ખેલાડીનું બેટ સૌથી વધારે ચાલ્યુ હોય તો તે સૌરવ ગાંગુલીનું હતુ. સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપ 2003માં 11 મેચોમાં 58.12ની એવરેજથી 465 રન બનાવ્યા હતા, જેમાં 3 સદી સામેલ છે.
વર્લ્ડ કપનાં ઇતિહાસમાં આવુ પહેલીવાર હતુ જ્યારે કેપ્ટન તરીકે કોઈ ખેલાડીએ 3 સદી ફટકારી હોય. સૌરવ ગાંગુલી બાદ રિકી પૉન્ટિંગ બીજા નબંર પર છે જેણે આ જ વર્લ્ડ કપમાં 2 સદી ફટકારી હતી. આજથી લગભગ 16 વર્ષ પહેલા બનેલો આ રેકૉર્ડ આજે પણ જેમનો તેમ છે. ત્યારબાદ વર્લ્ડ કપની 3 સીઝન નીકળી ચુકી છે, પરંતુ કોઈપણ કેપ્ટન આ રેકૉર્ડ તોડી શક્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપનાં ઇતિહાસમાં આવી ગયા 107 કેપ્ટન, પરંતુ આ ભારતીય કેપ્ટનનો રેકૉર્ડ છે અટૂટ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/saurav-ganguly-has-most-hundred-as-captain-in-world-cup/
via Best Gujarati News
0 Comments