Tata Skyની આ નવી સર્વિસ દ્વારા સેટ-ટોપ બોક્સ વગર પણ જોઇ શકાશે ચેનલ્સ
ટાટા સ્કાયે કન્ટેંટ પર આધારિત ફાયર સ્ટીક ટીવી શરૂ કરી છે. તમે એમેઝોન ફાયર ટીવી સ્ટીક દ્વારા ટાટા સ્કાય બિંગ સેવાને એક્સેસ કરી શકશો. આ પહેલા, એરટેલે પણ એમેઝોન ફાયર ટીવી સ્ટીક ટીવી સેવા દ્વારા પ્રીમિયમ કન્ટેંટ આપે છે. આ સેવાનો લાભ લેવા માટે, તમારે એમેઝોન ફાયર ટીવી સ્ટીકનું ટાટા સ્કાય એડિશન ખરીદવું પડશે અને દર મહિને રૂપિયા 249 ચૂકવવા પડશે.
ઉલ્લેખનિય છે કે ટાટા સ્કાઇએ નવી સર્વિસ લોન્ચ કરી છે. તેને કંપની Tata Sky Binge ગણાવી રહી છે. આ સર્વિસને તમે Amazon Fire TV Stick દ્વારા એક્સેસ કરી શકશો. જોકે તેના માટે Amazon Fire TV Stick નું એડિશન ખરીદવું પડશે. Tata Sky Binge સર્વિસ માટે અમેઝોન ટીવી ફાયર સ્ટિક પોતાના ટીવીમાં લગાવી પડશે. જો તમારી ટીવીમાં HDMI પોર્ટ છે તો તમે તેને યૂઝ કરી શકશો. Tata Sky Binge યૂઝ કરતાં તમે Hotstar, Eros Now, Sun NXT, Hungama જેવા વીડિયો કન્ટેંટ સર્વિસ યૂઝ કરી શકો છો. કંપનીના પ્રમાણે આ બધી એપ્સ એક જ સબ્સક્રિપ્શનથી મળશે. કંપનીએ તેના માટે 249 રૂપિયાની સબ્સક્રિપ્શન રેટ રાખવામાં આવ્યો છે.
Amzon Fire TV Stickના ટાટા સ્કાઇ વર્જનમાં Tata Sky Binge એપ ઇનબિલ્ટ આપવામાં આવી છે. ફાયર સ્ટિક ટીવીમાં લગાવીને આ એપને એક્સસ કરી શકો છો. કંપની પ્રમાણે તેના માટે યૂજર્સને પોતાના Tata Sky ના કન્ટેંટ જોવા માટે સેટ ટોપ બોક્સ ક્યાંય મૂવ પણ કરવું નહી પડે. કંપનીના પ્રમાણે આ Tata Sky એડિશન ફાયર સ્ટિકમાં Tata Sky VOD લાઇબ્રેરી 5000 ટાઇલ્સ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે તેમાં 100,000 કલાકનું કોન્ટેંટ આપવામાં આવ્યું છે. આ એપમાં બોલીવુડ અને રિઝનલ ફિલ્મો મળશે. આ ઉપરાંત ટીવી સીરીઝ અને બાળકોના શો પણ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Tata Skyની આ નવી સર્વિસ દ્વારા સેટ-ટોપ બોક્સ વગર પણ જોઇ શકાશે ચેનલ્સ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/tata-sky-binge-fire-tv-stick-launched-access-premium-content-without-set-top-box/
via Best Gujarati News
0 Comments