ભારતમાં વધતી ગરમીને જોતાં દેશની મોટી ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોન કંપની સેમસંગ ઇન્ડિયાએ સરળ ધિરાણ અને વ્યાજબી ભાવે ટ્રિપલ ઇન્વર્ટર એસીની સીરીઝ રજૂ કરી છે. સેમસંગ ટ્રિપલ ઇન્વર્ટર એસી પંખા જેટલા વિજ વપરાશમાં શિમલા જેવી ઠંડક આપવામાં સક્ષમ છે. ગ્રાહકો તાજેતરમાં એવા એર કંડીશનરને પ્રાથમિકતા આપી રહ્યા છે જે વધુ વોરંટી અને ઉર્જા કાર્યક્ષમતાની સાથે આવે છે. સેમસંગ એર કંડીશનર ટ્રિપલ ઇન્વર્ટર સીરીઝમાં સૌથી સારી વોરંટી મળે છે.

આ સીરીઝ ટ્રિપલ વોરંટી લાભની ઓફર કરે છે, તેમાં કમ્પ્રેશર પર 10 વર્ષની વોરંટી, ડ્યૂફિન કંડિશનર પર 5 વર્ષની વોરંટી અને અંદરના અને બહારના બંને યૂનિટ માટે પીસીબી કંટ્રોલર પર 2 વર્ષની વોરંટી આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે સેમસંગની નવીનતમ ટ્રિપલ ઇન્વર્ટર સીરીઝ ઝડપથી ઠંડક સાથે ગ્રાહકોને ઉર્જા બચત અને વિજળીના બિલને નિયંત્રિત કરવાની જરૂરિયાતને પુરી પાડે છે. આ ઉર્જા કાર્યક્ષમતા, ફાસ્ટ કૂલિંગ ક્ષમતા, મજબૂતી, ઇનોવેટિવ ટેક્નોલોજી અને સમકાલીન ડિઝાઇનના મામલે ગ્રાહકો માટે આ સંપૂર્ણ પેકેજ છે.

સેમસંગે ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં પોતાના એર કંડીશનરને વિકસિત કર્યા છે. તેના ઉત્પાદનોને ભારત માટે તૈયાર કરવામાં આવ્યા છે. ઉદાહરણ માટે સેમસંગનું ‘કન્વર્ટીબલ મોડ’ કોમ્પ્રેશર કાર્યક્ષમતાનો ઉપયોગ કરે છે, ઉર્જાની ખપતને ઓછી કરે છે અને વિજળીના બિલને ઘટાડે છે. કન્વર્ટેબલ મોડની માફક 26 ટકા સુધી વિજળીની બચત કરે છે, કારણ કે આ એર કંડીશનર રૂમમાં હાજર લોકો અનુસાર કૂલિંગ ક્ષમતાને એડજસ્ટ કરે છે અને ઓછી ઉર્જાની ખપત કરે છે. આ ફીચરનો ઉપયોગ કરતાં 2 ટનનું એસી 1.5 ટનમાં કન્વર્ટેડ થઇ જાય છે.

1.5 ટનનું એસી 1 ટનમાં પરિવર્તિત થઇ જાય છે અને આ પ્રકારે એક ટનનું એસી 0.8 ટનમાં કન્વર્ટેડ થઇ જાય છે. આ ઉપરાંત સેમસંગ ટ્રિપલ ઇન્વર્ટર સીરીઝ ટ્રિપલ સુરક્ષા સાથે આવે છે, જે ગ્રાહકોને મજબૂતી વધારવા માટે સ્ટેબલાઇઝર ફ્રી ઓપરેશન અને કોમ્પ્રેશર-કંટ્રોલર તથા ફેન તથા ચેસિસ પ્રોટેક્ટરની ઓફર કરે છે. સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશનને ભારતીય ગ્રાહકો અને ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ ટ્રિપલ ઇન્વર્ટર AC પંખા જેટલા વિજ ખર્ચમાં આપશે જોરદાર ઠંડક appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/this-triple-inverter-ac-gives-as-shimla-like-coolness/
via Best Gujarati News

0 Comments