જો વારંવાર તમારો સ્માર્ટફોન થાય છે સ્લો, તો આ રીતે કરો ક્લીન
આજે લગભગ દરેક વ્યક્તિની પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય છે. મોટા ભાગના સ્માર્ટફોન 32GB અને 64GB મેમરીના હોય છે. પણ ઇન્ટરનલ મેમરી 80%થી વધારે ઉપયોગમાં લેવાથી ફોન હેંગ થવા લાગે છે. કેટલીક ટિપ્સનો પ્રયોગ કરીને તમે ફક્ત ફોનની ઇન્ટરનલ મેમરી ફ્રી કરી શકો છો. અને વારંવાર ફોનને ધીમો થતો અટકાવી શકો છો, જાણો ઇન્ટરનલ મેમરી ફ્રી કરવાની ટિપ્સ
જે એપનો તમે વારંવાર ઉપયોગ ન કરતા હો તેને ડીલીટ કરી નાખો. કેટલીક વાર આપણે એવી એપ્સ ડાઉનલોડ કરીએ છીએ જેનો ઉપયોગ ખુબજ ઓછો કરીએ છીએ. આ એપ આપણી મેમરીને રોકી રાખે છે. બેટરી ઉતારી દે છે. આ એપને તાત્કાલીક ડીલીટ કરો.
આ રીતે કરો ડીલીટ
ફોનમાં સેટીંગમાં જઈને App Management ઓપ્શનમાં જાવ, ત્યાં ટેપ કરીને એપને અનઈંસ્ટોલ કરી દો. તમે ઈચ્છો તો મોબાઈલ સ્કીન પર એપ આઈકોનને ટચ કરીને અનઈંસ્ટોલ કરી શકો છો.
ક્લીઅર કરો કૈશ મેમરી
કૈશ મેમરી ફોનમાંથી ડીલીટ કરવાથી મેમરી(RAM)ની સ્પેસ વધી જશે. આ ખુબજ તાત્કાલીક પરિણામ આપે છે. જો તમારા ફોનમાં ઇંટરનલ મેમરી ઓછી હોય તો કૈશ મેમરીને ડીલીટ કરી સ્પેસ ફ્રી કરી શકો છો. વધારાના ફોટાઓ કે વીડિયોને કરો ડીલીટ, ફોનને થોડીવાર એરોપ્લેન મોડ પર રાખી ફરી એક્ટીવ કરો આવી નાની નાની વાતોથી સ્પેસને બચાવી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જો વારંવાર તમારો સ્માર્ટફોન થાય છે સ્લો, તો આ રીતે કરો ક્લીન appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/follow-these-steps-to-clear-internal-storage-space-of-your-smartphone/
via Best Gujarati News
0 Comments