SCOમાં વિદેશપ્રધાનની સ્પષ્ટ વાત : પુલવામા હુમલાએ આતંકવાદ સામે લડવા પ્રેર્યા
। બિશ્કેક (કિર્ગિસ્તાન) ।
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બે દિવસની બેઠકમાં ભાગ લેવા આવેલાં ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે કહ્યું હતું કે અમારા પર પુલવામા હુમલાના ઘા હજી તાજા હતા ત્યારે જ પાડોશી શ્રીલંકામાં આતંકવાદની ભયાનક ઘટના સામે આવી. ફાઇવસ્ટાર હોટેલો અને ચર્ચોને નિશાન બનાવવામાં આવ્યાં અને એ ઘટનાએ આતંકવાદના વિરોધમાં લડવા માટે અમને વધારે પ્રતિબદ્ધ કર્યા.
સુષમા સ્વરાજે કહ્યું હતું કે શ્રીલંકામાં અમારા નિર્દોષ ભાઈ-બહેનોને નિશાન બનાવવામાં આવ્યાં. આતંકવાદની આવી ઘટનાઓની નિંદા કરાય એટલી ઓછી છે પણ આવી ઘટનાઓ અટકે એ માટે આતંકવાદ સામે સહકારથી લડવું એ જરૂરી છે. આપણા પ્રદેશમાં આતંકવાદના ખાત્મા માટે રિજનલ એન્ટિ-ટેરરિઝમ સ્ટ્રક્ચર (આરએટીએસ) જેવા વિચાર માટે ભારતનો સહકાર છે. વિશ્વભરમાં અનિશ્ચિતતાનો માહોલ હોવા છતાં એસસીઓના મેમ્બર દેશો પરસ્પરના સહકારથી આગળ વધી રહ્યા છે. ભારતની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી છે, સરકારની કામગીરી પારદર્શક છે. કોઈના પ્રતિ ભેદભાવ નથી. મલ્ટિ લેટરલ ટ્રેડિંગ સિસ્ટમ છે. ભારતે ૨૦૧૭માં કાબુલ, કંધાર, નવી દિલ્હી અને મુંબઈ વચ્ચે માલસામાનની હેરફેર માટે સેવા શરૂ કરી છે. અમે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, ચાબહાર પોર્ટ, અશ્ગાબાત સમજૂતી અને ભારતયાંમાર હાઈવે દ્વારા ક્ષેત્રિય કનેક્ટિવિટી માટે પ્રતિબદ્ધ છીએ.
૨૦૦૫થી આ સંગઠનમાં ભારત નિરીક્ષકની ભૂમિકામાં હતું પણ ૨૦૧૭માં પાકિસ્તાનની સાથે તેને પણ મેમ્બરશિપ અપાઈ હતી.
૨૦૦૧માં રશિયા, ચીન, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને આ સંસ્થાની સ્થાપના કરી હતી.
પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશી પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. પુલવામામાં થયેલા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. શ્રીલંકામાં ૨૧ એપ્રિલે ઈસ્ટર સન્ડેના દિવસે નવ સ્થળે સ્યુસાઇ બોમ્બ વિસ્ફોટમાં ૨૫૦થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૫૦૦થી વધારે ઘાયલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post SCOમાં વિદેશપ્રધાનની સ્પષ્ટ વાત : પુલવામા હુમલાએ આતંકવાદ સામે લડવા પ્રેર્યા appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-the-foreign-ministers-specialty/
via Best Gujarati News
0 Comments