ભારતમાં મતગણતરી પહેલાં જ પાકિસ્તાનમાં વધી ગઇ ‘હલચલ’, ઇમરાને કરી બેઠક
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બુધવારના રોજ ઉચ્ચાધિકાર પ્રાપ્ત રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક બેઠકની અધ્યક્ષતાની તરફ ‘જીઓ-સ્ટ્રેટેજીક માહોલ’ અને ક્ષેત્રના ‘તાજેતરના ઘટનાક્રમ’ પર ચર્ચા કરી. આ બેઠક ભારતની લોકસભા ચૂંટણી પરિણામો આવ્યાના એક દિવસ પહેલાં જ થઇ.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બેઠકમાં કેટલાંય સંઘીય મંત્રીઓ અને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાદેવ બાજવા સહિત ત્રણેય પ્રમુખોએ ભાગ લીધો હતો. એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું હતું કે સમિતિએ ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમ અને જીઓ-સ્ટ્રેટેજીક માહોલ પર ચર્ચા થઇ. બેઠકમાં એ દોહરાવ્યું કે પાકિસ્તાન ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે કામ કરતા રહેશે. બેઠકમાં પાકિસ્તાનના આર્થિક સંકટના સમાધાન માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા થઇ અને તેણે પૂરું સમર્થન કર્યું.
સૂત્રોએ કહ્યું કે આંતરિક સુરક્ષા પર સમિતિએ આતંકવાદ તથા ચરમપંથની વિરૂદ્ધ રાષ્ટ્રીય કાર્ય યોજના પ્રગતિની સમીક્ષા કરી. બેઠકમાં સામેલ સભ્યોએ પ્રતિબંધિત સંગઠનો પર અને લગામ કસવા માટે તાજેતરના ઉપાયો પર ચર્ચા કરી.
કહેવાય છે કે એજન્ડામાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ખાસ કરીને રાજકીય સમાધાનના પ્રયાસ સામેલ છે. ભારત-પાકિસ્તાન સંબંધોની વર્તમાન સ્થિતિ તથા ફારસની ખાડી ક્ષેત્રમાં વધતા તણાવ પર પણ ચર્ચા થઇ. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ બુધવારના રોજ કહ્યું કે ઇસ્લામાબાદે ભારતીય શિખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કોરિડોર ખોલીને ‘શાંતિનો સંદેશ’ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતમાં મતગણતરી પહેલાં જ પાકિસ્તાનમાં વધી ગઇ ‘હલચલ’, ઇમરાને કરી બેઠક appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/pakistan-pm-imran-khan-security-committee-meeting/
via Best Gujarati News
0 Comments