લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવાની છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે ભારતની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે? તેમજ વિદેશમાં પણ ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામો પર લોકોની નજર રહેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરીથી સત્તા સંભાળશે કે કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરશે કે પછી ગઠબંધનની કિસ્મત ચમકશે. બીજી તરફ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે. તેવામાં અમેરિકાએ કહ્યું છે કે ભારતીય ચૂંટણીમાં નિષ્પક્ષતા અને ઇમાનદારી પર પૂર્ણ વિશ્વાસ છે. અને ગમે તે પક્ષ ભારતની સત્તા સંભાળે પણ અમેરિકા કોઇપણ સંજોગોમાં ભારતની સાથે છે.

અને અમેરિકા ભારતમાં આગામી આવનારા સત્તા પક્ષ સાથે મળીને કામ કરશે. વિદેશી મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્તાગસએ જણાવ્યું છે કે હું અમેરિકાની નજરે કહીશ કે અમને ભારતીય ચુંટણી પ્રક્રિયાની ઇમાનદારી અને નિષ્પક્ષતા પર પૂર્ણ વિશ્વાસ છે. કોઇપણ પક્ષ જીતે અમે તેની સાથે મળીને આગામી કામ કરીશું. અમેરિકા ભારતીય ચુંટણી પંચની નિષ્પક્ષ અને સ્વતંત્ર છાપના કારણે અન્ય દેશોની અપેક્ષાએ ભારતમાં અમેરિકાના સુપરવાઇઝર મોકલતા નથી.

ઓર્તોગસએ વધુમાં જણાવ્યું છે કે અમારા ભારત સરકારની સાથે ઘણા મજબૂત સંબંધ છે. (અમેરિકાના) વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ઘણી વખત કહ્યું છે કે અમે ભારતના વ્યૂહાત્મકરીતે ભાગીદાર છીએ. તેમણે આટલી મોટી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવા માટે ભારત અને તેના લોકોના વખાણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે અમેરિકાએ આપ્યું નિવેદન, કહ્યું- સરકાર બનશે તો… appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/the-fairness-of-indian-elections-is-trusting-honestly-america/
via Best Gujarati News

0 Comments