ન્યૂયોર્કમાં ચાલતી વખતે મેસેજ મોકલવા કે ઈમેલ ચેક કરવા માટે દંડ ભરવો પડશે
। ન્યૂ યોર્ક ।
ન્યૂયોર્ક રાજ્યમાં રસ્તામાં ચાલતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે જે લોકો મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પર ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા હશે, મેસેજ મોકલતા હશે, ઈમેલ અથવા મેસેજ ચેક કરતા હશે તેમને ૨૫ ડોલરથી લઈને ૨૫૦ ડોલર ( આશરે ૧૭૪૨થી ૧૭,૪૧૯ રૂપિયા) સુધીનો દંડ કરવાની જોગવાઈ ધરાવતો પ્રસ્તાવ ન્યૂયોર્ક સ્ટેટ સેનેટમાં મૂકવામાં આવ્યો છે અને એકવાર એ મંજૂર થશે પછી આ દંડ વસૂલવાની શરૂઆત થશે.જોકે કોઈ પ્રકારની ઔઇમર્જન્સી હોય તો આ દંડની જોગવાઈમાંથી બચી શકાશે.
આ પ્રકારનો કાયદો લાવવા માટે રસ્તામાં પેડેસ્ટ્રીયનોના મોતના વધી રહેલા આંકડા જવાબદાર છે. ૨૦૧૯માં ગવર્નર્સ હાઇવે સેફ્ટી અસોસિયેશનના રિપોર્ટ મુજબ ૨૦૧૮માં અમેરિકામાં માર્ગ અકસ્માતોમાં આશરે ૬૨૨૭ લોકોના મૃત્યુ થયાં હતાં. છેલ્લા ત્રણ દશકમાં આ સંખ્યા સૌથી વધારે હતી. મૃત્યુના મોટા ભાગના કારણમાં યુવાનોમાં સ્માર્ટફોનનો વધતો જતો ઉપયોગ હોવાનું જણાવવામાં આવ્યું છે. સેનેટમાં આ પ્રસ્તાવ મેમ્બર ફેલિક્સ આર્િટજે ગયા વર્ષે રજૂ કર્યો હતો અને આ વર્ષે સંસદસભ્ય જોન લિયુએ આગળ વધાર્યો છે. તેમણે કહ્યું હતું કે યુવાનોમાં મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરવાનો અલગ ટ્રેન્ડ બન્યો છે. રસ્તા પર એનો ઉપયોગ જીવલેણ નીવડે છે. અમે ન્યૂયોર્કના લોકોને કહેવા માગીએ છીએ કે મોબાઈલનો ઉપયોગ કરવો જરૂરી હોય તો પાંચ સેકન્ડ માટે થોભી જાવ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ન્યૂયોર્કમાં ચાલતી વખતે મેસેજ મોકલવા કે ઈમેલ ચેક કરવા માટે દંડ ભરવો પડશે appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/new-york-running-time/
via Best Gujarati News
0 Comments