। બેઈજિંગ ।

ભારત ખાતેના ચીનના રાજદૂત લુઓ ઝાઓહુઈ થોડા સમયમાં નિવૃત્ત થઈને ચીન પરત ફરવાના છે ત્યારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ભારત-ચીન વચ્ચેનો ઝઘડો એક છત નીચે રહેતા બે ભાઈઓ જેવો હોય એ સ્વાભાવિક છે. ૨૦૦૦ વર્ષનો સાથ છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ઘણા લાંબા સમયથી ચડઉતર થઈ રહ્યા છે ત્યારે તેને હળવા કરવા માટેની આમ સહેમતી બની રહી છે જેથી આ બન્ને દેશો ફરી સ્થિરતાની તરફ આગળ વધી શકે.

૨૦૧૭ના જૂન મહિનામાં ડોકલામના મુદ્દે ભારત અને ચીનની સેનાઓ ૭૩ દિવસ સુધી આમને સામને હતી. એ સમયે બંને દેશો વચ્ચેના તણાવને ઓછો કરવામાં આ ચીની રાજદૂતની ભૂમિકા મહત્ત્વની રહી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે બે મહાન દેશો વચ્ચે થોડી સમસ્યા હોય એ આમ વાત છે. વિવાદોનો ઉકેલ લાવવા માટે સમય લાગશે પણ સરહદ પર  શાંતિ બની રહેવી જોઈએ. આપણે આર્થિક ભાગીદારી પણ મજબૂત  કરવી પડશે અને તમામ મતભેદોને ભુલાવીને આગળ વધવું  પડશે.

સમય કાઢે છે મોદી-જિનપિંગ

લુઓએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે સારી કેમિસ્ટ્રી છે. બન્ને નેતા ગત પાંચ વર્ષમાં ૧૭ વખત મળ્યા છે. પોતપોતાની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ એકબીજાને મળે છે અને સમય કાઢે છે, જે ખરેખર સારી વાત છે. લોકસભાની ચૂંટણી બાદ પણ ભારત અને ચીન વચ્ચેના દોસ્તીની મુલાકાતો થતી રહેશે. આવતા મહિને એસસીઓ સમિટ અને એના પછી જી-૨૦ સમિટમાં બન્ને દેશોના નેતાઓ એકબીજાને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારત-ચીન વચ્ચેનો ઝઘડો બે ભાઈઓ જેવો : ચીનના રાજદૂત appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/india-china-bargain-two-b/
via Best Gujarati News

0 Comments