સ્વાઝીલેન્ડના રાજાનો વિચિત્ર આદેશ : બેથી વધુ પત્નીઓ રાખો અથવા જેલમાં જવા તૈયાર રહો
જોહાનીસબર્ગ ।
સાઉથ આફ્રિકાની સીમા સાથે જોડાયેલા ટચૂકડા દેશ સ્વાઝીલેન્ડના રાજા મસ્વતી-૩ની બહુપત્નીત્વ પ્રથાની જાહેરાતે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. વિવાદાસ્પદ બની હતી. રાજા મસ્વતીએ એવી જાહેરાત કરી છે કે દેશના નાગરિકોએ જુન ૨૦૧૯થી બે કે તેનાથી વધારે પત્નીઓ રાખવી પડશે. જો બે કરતા વધારે પત્નીઓ ન રાખી તો જેલમાં જવું પડશે.
ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ અનુસાર આ દેશમાં પુરુષોની તુલનાએ મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે અને દરેક મહિલાને પતિ મળી રહે તે હેતુસર રાજાએ આવો આદેશ આપ્યો હતો. રાજા મસ્વતીએ એવી પણ ચેતવણી આપી હતી કે આ આદેશનો વિરોધ કરનાર કોઈ પુરુષ કે સ્ત્રીને આજીવન કારાવાસની સજા થશે. આ આદેશની વિશ્વમાં એક બાજુ ટીકા થઇ રહી છે તો બીજી બાજુ અનેક લોકોએ સ્વાઝીલેન્ડની નાગરિકતા લેવા માટે લાઈન લગાવી દીધી હતી.
રાજા મસ્વતી પોતે પણ ૧૪ પત્નીઓ ધરાવે છે!!!
મસ્વતી દુનિયાના અમીર રાજાઓમા સામેલ છે. વર્ષ ૨૦૦૯માં ફોર્બ્સ દ્વારા પ્રકાશિત યાદીમાં ૨૦૦ મિલિયન ડોલરની સંપત્તિની સાથે તેમને ૧૫મું સ્થાન અપાયું હતું. તેમની પાસે પાંચ લાખ ડોલરની કાર સહિત ૬૨ વૈભવી કાર છે. ૪૭ વર્ષીય રાજાએ તેમની રાણીઓ માટે ૧૩ આલિશાન મહેલ બનાવ્યાં છે. ૨૦૧૩માં માસ્વતીએ ૧૮ વર્ષની છોકરી સાથે ૧૫મા લગ્ન કર્યા હતા. હવે એક રાણી હયાત નથી. સ્વાઝીલેન્ડ એક ગરીબ દેશ છે જેની જનસંખ્યા ૧૩ લાખ છે. ચોંકાવનારી વાત એ છે કે સ્વાઝીલેન્ડમાં ૬૭ ટકા લોકો ગરીબ છે.
વિદેશી અખબારોમાં હાનીકારક રિપોર્ટ રજૂ થયો…
મસ્વતી-૩ના આ આદેશ પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ થતા સરકારી અધિકારીએ એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું કે વિદેશી અખબારોમાં પ્રસિદ્ધ કેટલાક હાનીકારક રિપોર્ટને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બીજા જાહેર મંચોએ મહામહિમના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે. મસ્વતીના આદેશનો આવો કોઈ અર્થ નિકળતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્વાઝીલેન્ડના રાજાનો વિચિત્ર આદેશ : બેથી વધુ પત્નીઓ રાખો અથવા જેલમાં જવા તૈયાર રહો appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/swazilands-king-witch/
via Best Gujarati News
0 Comments