ગાંધીનગરની SBI બ્રાંચમાંથી રેકોર્ડબ્રેક 87.50 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ વેચાયા, RTIમાં ખુલ્યું રહસ્ય
। ગાંધીનગર ।
દેશનાં મુખ્ય શહેરોમાં કુલ રૂ. ૨૨૫૬.૩૭ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ વેચાયા છે જે પૈકી ગુજરાતમાં ૩.૮૭ ટકા એટલે કે રૂ.૮૭.૫૦ કરોડના બોન્ડ વેચાયા છે. આ બોન્ડ ગાંધીનગરની એસબીઆઈ બેંકમાંથી વેચાયા છે. રાઈટ ટુ ઈન્ફર્મેશન હેઠળ આ વિગતો બહાર આવી છે.
ગાંધીનગરની એસબીઆઈમાંથી ૧૦ લાખના એક એવા રૂ. ૫.૫૦ કરોડની કિંમતના બોન્ડ વેચાયા છે જ્યારે એક કરોડના એક એવા રૂ. ૮૨ કરોડની કિંમતના બોન્ડ વેચાયા છે.
એસબીઆઈ દ્વારા જાહેર થયું છે કે, પહેલી એપ્રિલ ૨૦૧૯થી ચોથી મે ૨૦૧૯ સુધીના ગાળામાં એસબીઆઈની નિયત બ્રાંચ દ્વારા આ બોન્ડ વેચાયા છે. રાજકીય પાર્ટીઓ માટે વિવિધ કંપનીઓ દ્વારા આ રોકાણ થયું છે પણ કઈ કંપનીઓ દ્વારા કઈ પાર્ટી માટે આ બોન્ડ વેચાયા છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.
ગુજરાતમાં ગાંધીનગરની એસબીઆઈની એક બ્રાંચ ઈલેક્ટોરલ બોન્ડ્સ માટે નિશ્ચિત થયેલી છે. તેવી જ રીતે કોલકાતા, ભુવનેશ્વર, ગુવાહાટી, મુંબઈ, રાયપુર, પણજી, ચંદીગઢ, જયપુર, નવી દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લુરુ, હૈદ્રાબાદ, થિરુઅનંતપુરમ અને વિશાખાપટ્ટનમ બ્રાંચ નિયત થયેલી છે. દેશમાં સૌથી વધુ રૂ. ૬૯૪.૮૧ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ મુંબઈમાંથી ખરીદાયા છે, જ્યારે બીજા નંબરે રૂ. ૪૧૭.૩૧ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ કોલકાતામાંથી ખરીદાયા છે. સૌથી ઓછા રૂ. ૧.૯૫ કરોડના બોન્ડ પંજાબમાંથી તથા રૂ. ૨ કરોડના બોન્ડ વિશાખાપટ્ટનમ ખાતેથી ખરીદાયા હતા. નવી દિલ્હીમાંથી પણ રૂ. ૪૦૮.૬૨ કરોડના તથા હૈદ્રાબાદમાંથી પણ રૂ. ૩૩૮.૦૭ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદાયા હતા.
આરટીઆઈમાં એવી પણ વિગતો મંગાઈ હતી કે, આ ખરીદાયેલા ઈલેક્ટોરલ બોન્ડ્સ ક્યાંથી એન્કેશ કરાયા છે, જેમાં જણાવાયું હતું કે, રૂ. ૨૨૫૧.૩૨ કરોડના બોન્ડ એન્કેશ કરાવાયા છે. અલબત્ત, આ લિસ્ટમાં ગાંધીનગરની બ્રાંચનું નામોનિશાન ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગાંધીનગરની SBI બ્રાંચમાંથી રેકોર્ડબ્રેક 87.50 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ વેચાયા, RTIમાં ખુલ્યું રહસ્ય appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/87-50-crore-electron-bonds-sold-from-gandhinagars-sbi-branch/
via Best Gujarati News
0 Comments