ગાંધીઆશ્રમના એક મકાનમાં રાત્રે યુવક ઘૂસ્યો, યુવતી સાથે છેડછાડ થયાની ચર્ચા થઇ વહેતી
। અમદાવાદ ।
સાબરમતી ગાંધી આશ્રમમાં આવેલાં એક મકાનમાં ગઇરાત્રે યુવકે ઘૂસી જઇને બિહારથી આવેલી એક યુવતીને પકડી લીધી હોવાની વાતને લઇને ભારે ચકચાર મચી જવા પામી છે.
આશ્રમમાં જ આવેલી એક સંસ્થાની બદનામી ટાળવાની તથા આ યુવતીને તકલીફ ના પડે તે હેતુથી પોલીસ ફરિયાદ ના કરી હોવાની વાતો થઇ રહી હતી. જો કે આ અંગે રાણીપ પોલીસે કોઇપણ જાતની ફરિયાદ કે જાણવાજોગ નોંધાઇ ના હોવાનું જણાવ્યું હતું.
ગાંધી આશ્રમની સામે જ આશ્રમવાસીઓ ઉપરાંત સંસ્થાના મકાનો પણ આવેલા છે. આવા જ એક મકાનનો સામાજિક સંસ્થા દ્વારા ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ગેસ્ટ હાઉસમાં દેશ-વિદેશમાંથી સંસ્થાની મુલાકાતે આવતાં મહેમાનોને રાખવામાં આવે છે.
આ મકાનમાં બિહારમાંથી કેટલીક યુવતીઓ મહેમાન તરીકે ઉતરી હતી. આ મકાનમાં રવિવારની રાત્રિના ૧૨ વાગ્યાના અંધકારમાં એક યુવક ઘૂસી જઇને એક યુવતીને પકડી લેતાં વિદેશી યુવતીઓ બૂમાબૂમ કરતી બહાર દોડી આવી હતી. હોબાળો મચી જવાના કારણે સ્થાનિક આશ્રમવાસીઓ ઉઠી ગયા હતા.
તપાસ કરતાં એક આશ્રમવાસીને ત્યાં વેકેશન ગાળવા આવેલો સંબંધી યુવક જ હોવાની વાતો ચર્ચાતી હતી. ત્યાં સુધી કે આ યુવકે અગાઉ પણ આવી વતર્ણૂંક કરી હતી. જેથી આશ્રમવાસીઓએ આ યુવક બીજા કોઇની સાથે આ પ્રકારની વતર્ણૂક ના કરે તે માટે પોલીસ ફરિયાદ નોંધવા માટે આગ્રહ રાખ્યો હતો.
જો કે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવે તો કોર્ટ કેસ થાય અને આ યુવતીને તકલીફો વેઠવી પડે. તેની સાથે સંસ્થાની બદનામીનો ભય પણ કોરી ખાતો હોવાથી સંસ્થાએ યુવક પાસે માફીપત્ર લખાવી સમગ્ર વાત પર પડદો પાડી દેવાની કોશિષ કરી હોવાની ચર્ચા આશ્રમવાસીઓમાં થવા લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગાંધીઆશ્રમના એક મકાનમાં રાત્રે યુવક ઘૂસ્યો, યુવતી સાથે છેડછાડ થયાની ચર્ચા થઇ વહેતી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gandhi-ashram-in-a-woman-got-knocked-down-at-night-fluttering-a-discussion-with-the-girl/
via Best Gujarati News
0 Comments