સુરત અગ્નિકાંડનો પ્રાથમિક તપાસ રિપોર્ટ CMને સોંપ્યાની જાહેરાત સોમવારે શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીએ કરી હતી. અગાઉ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા આ સેક્રેટરીને ગુજરાતમાં ટયુશન ક્લાસિસ, કોચિંગ સેન્ટરો અધિકૃત છે કે બિનઅધિકૃત ? એમ પુછાયુ ત્યારે ‘પછી જણાવીશ’ શબ્દો ઉચ્ચારી રીતસર હાથ ખંખેર્યા હતા.

ઈજનેર, ફાયર ઓફિસર સામે એક્શન લીધા બાદ નિરીક્ષણ, સુપરવિઝનમાં સદંતર નિષ્ફળ રહેલા આઈએએસ કેડરમાંથી આવતા મ્યુ. કમિશનર સામે કેમ કોઈ કાર્યવાહી નહી ?  તે સાંભળતા વેંત મુકેશ પુરીએ ચાલતી પકડી હતી.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં વિધાનસભામાં ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર એક્ટ- ૨૦૧૩ પસાર કરાવ્યો હતો.  ઓગસ્ટ ૨૦૧૪થી આ કાયદાને અમલમાં પણ મુક્યો હતો. પાલિકા- મહાનગરપાલિકાઓને રૂ.૩૦૦ કરોડના ખર્ચે અગ્નિશામન સાધનો પણ આપ્યા હતા.

પાંચ વર્ષમાં આ કાયદા હેઠળ કેટલી વખત ઈન્સ્પેક્શન થયુ તેનો જવાબ પણ અગ્રસચિવ આપી શક્યા નહોતા ! નવેમ્બર- ૨૦૧૮માં જ સુરતમાં ટયુશન ક્લાસિસ ભકડે બળ્યુ હતુ. જેમાં બે વિદ્યાર્થી સહિત ત્રણના મૃત્યુ થયા હતા. આમ, છતાંયે મ્યુ.કમિશનર સામે શો-કોઝ નોટીસ જેવી સામાન્ય કાર્યવાહી થઈ નથી.

ત્રીજા- ચોથા માળ વચ્ચે RCCની સીડી બંધ કરતા મૃત્યુઆંક વધ્યો

CMને સુરત અગ્નિકાંડનો રિપોર્ટ સોંપ્યા બાદ ઝ્રસ્ હાઉસમાં જ ચીફ સેક્રેટરી, ઝ્રસ્ર્ંના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. આ રીપોર્ટમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં એરન્ડીશનરના કમ્પ્રેસરમાં શોર્ટર્સિકટથી લાગેલી આગ ફ્લેક્સ બોર્ડને કારણે ઉપર ડોમ સુધી પહોંચ્યાનો દાવો થયો છે.

ઉપર જતી લોખંડની સીડીમાં લાકડાના પગથિયા અને ડોમની નીચે ટાયરની સિટિંગ વ્યવસ્થા હોવાથી આગ ઝડપી પ્રસર્યાનું કહેતા અગ્રસચિવે ફાયર સ્ટેશનથી ફાઈટર વેન ત્રણ મિનિટમાં રવાના થયાનો દાવો કર્યો હતો. કોમ્પલેક્ષમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે આરસીસીની સીડી હતી જે બંને ફ્લોર પર પ્લાયવુડ લગાવીને બંધ હતી.

આથી, ડોમ હેઠળ ટયુશન ક્લાસમાં ફસાયેલી વ્યક્તિ નિકળી શકી નહી અને જાનહાની સર્જાઈ તેમ કહીને તેમણે આ ગુનાહિત કૃત્ય પાછળ જવાબદાર સામે કાર્યવાહી થશે તેમ ઉમેર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નઘરોળ તંત્રની વધુ એક બેજવાબદારી! ટયૂશન અધિકૃત કે બિનઅધિકૃત કહી હાથ ખંખેરી ચાલતી પકડી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/tutonic-authorized-or-unauthorized-the-secretary-hands-shack-hold-on/
via Best Gujarati News

0 Comments