અમદાવાદ શહેરના પૂર્વ લોકસભા મતક્ષેત્રની બેઠક પર ચૂંટાઈ આવેલા ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલની ખાલી પડેલી વિધાનસભાની બેઠક માટે અત્યારથી જ ભાજપના મ્યુનિ. કોર્પોરેટરો અને માજી હોદ્દેદારો વચ્ચે જંગ શરૂ થયો છે. જેમાં એક માજી મેયર, માજી ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના માજી ચેરમેન સહિત ૧૦થી ૧૨ જેટલા કોર્પોરેટરોનો સમાવેશ થવા જાય છે. 

દેખીતી રીતે જ પૂર્વની બેઠકનો આ મત વિસ્તાર ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ મત વિસ્તારના ચાંદખેડા, ડભોડા, ચંદ્રાલા અને અન્ય ગામોની સાથે શહેરી વિસ્તારો એવા અમરાઈવાડી બાપુનગર, નિકોલ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, ઈસનપુર, વટવા, રામોલ, હાથીજણ અને મણિનગરના અંતરિયાળ વિસ્તારો સમાવિષ્ટ હોવાથી લોકસભાની બેઠક માટે આ શહેરી વિસ્તારના કોર્પોરેટરો માગણી કરતા રહે છે એમ વિધાનસભાની બેઠક માટે પણ માગણી કરતા રહે છે. જેથી જંગ કોર્પોરેટરો વચ્ચે જ જામતો રહ્યો છે. 

આ લોકસભા મત વિસ્તારના પૈકીની મણિનગર વિધાનસભાની બેઠકનું હાલ માજી મ્યુનિ. કોર્પોરેટર સુરેશભાઈ પટેલ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ જોતા હસમુખભાઈ પટેલની અમરાઈવાડીની વિધાનસભાની બેઠક પર પટેલ ઉમેદવારની શક્યતા દેખાતા બ્રાહ્મણ અને ઓ.બી.સી. કહો કે બક્ષીપંચના કોર્પોરેટરોએ દાવેદારી આગળ ધરી છે. બ્રાહ્મણ લોબીમાંથી માજી મેયર અસીત વોરા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટના નામો વહેતા થયા છે.

માજી ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ અને કોર્પોરેટર પુષ્પાબહેન મિસ્ત્રીના નામો આગળ ધરાયા છે. એ સાથે પટેલ લોબિંગમાંથી સ્ટેન્ડિંગ કમિટીના માજી ચેરમેન મધુબહેન પટેલે પણ દાવેદારી કરી છે. ગાંધીનગર પહોંચવાની દોડમાં સામેલ આ દોડવીરો પૈકી કેટલાંક દિલ્હી દરબાર તો કેટલાંક ગાંધીનગર દરબાર સાથે સંબંધ ધરાવતા હોવાનો દાવો કરી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હસમુખ પટેલ લોકસભામાં ચૂંટાઇ આવતા, આ બેઠક માટે BJPના 12થી વધુ કોર્પોરેટરો વચ્ચે સ્પર્ધા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-amraiwadi-seat-competition-between-bjps-more-than-12-corporates/
via Best Gujarati News

0 Comments