અમદાવાદની રથયાત્રા પૂર્વ IBએ જાહેર કર્યું ખાસ એલર્ટ, શ્રીલંકા બ્લાસ્ટ બાદ તોળાતા ખતરો
શ્રીલંકામાં આતંકવાદીઓ દ્વારા થયેલા બ્લાસ્ટ બાદ કેન્દ્રની એજન્સીઓ સહિત ગુજરાત આઇબી એલર્ટ જાહેર કર્યું છે. આગામી જુલાઇ મહિનામાં અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઇને પોલીસે જોરશોરથી તૈયારીઓ હાથ ધરી છે. જેમાં આઇબીએ એલર્ટ રહેવા તાકીદ કરતા શહેર પોલીસથી લઇ રાજ્ય પોલીસે તડામાર તૈયારીઓ કરી છે.
રથયાત્રામાં ત્રણ કે વધુ લેયરમાં બંદોબસ્તની સ્કિમો તૈયાર કરવામાં આવી છે. તેના પ્રેઝન્ટેશન, ફુડ પેટ્રોલીંગ, જરજરીત ઇમારતો, રસ્તામાં આવતા ચાર રસ્તા પોઇન્ટ સહિત રસ્તામાં આવતા કેમેરાને રિપેરિંગ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાવમાં આવી રહ્યો છે. શહેર પોલીસ કમિશનરે પોલીસને રથયાત્રાની તૈયારી માટે અત્યારથી જ સજ્જ રહેવા તાકીદ કરી છે.
21 એપ્રીલ 2019ના રોજ શ્રીલંકા ખાતે આતંકી સુસાઇડ બોમ્બરો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં ૩ પોલીસ અધિકારીઓ સહિત 258 લોકોના મોત નિપજ્યા હતા અને 500 જેટલા લોકો ઘાયલ થયા હતા. દરમિયાનમાં દરેક દેશમાં એલર્ટ જાહેર કરાવમાં આવ્યું હતુ. બીજી તરફ ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા આગામી જુલાઇ મહિનામાં આવતી હોવાથી કેન્દ્રની એજન્સીઓ અને આઇબીએ એલર્ટ જાહેર કર્યું છે.
પોલીસ કોઇ પણ ઠીલાશ છોડયા વગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિરવિગ્ન રથયાત્રા સંપુર્ણ કરવા માટે તૈયારી હાથ ધરી છે. પોલીસ કમિશનરે રથયાત્રાની તૈયારીઓ કરવા માટે આદેશ આપતાની સાથે જ પોલીસે બંદોબસ્તની સ્કિમો સહિતની તૈયારી કરી લીધી છે.
સંવેદનશીલ વિસ્તારો, જરજરીત ઇમારતો અને ચોક્કસ પોઇન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પોલીસે ફુડ પેટ્રોલીંગ રસ્તામાં આવતા સીસીટીવી કેમેરા સહિત સંવેદનશીલ પોઇન્ટ પર પણ કેમેરા લગાવવાની તૈયારી કરી લીધી છે. આમ રથયાત્રાની એક મહિના પહેલા જ તડામાર તૈયારીઓ પોલીસે હાથ ધરી લીધી છે.
રથયાત્રામાં પોલીસ જીપીએસ અને ટ્રેકિંગ સહિતની સીસ્ટમ ભાડે રાખશે
અમદાવાદ શહેર પોલીસ ભગવાન જગન્નાથની રથયાત્રા માટે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જીપીએસ તથા એસએમએસ અને મોબાઇલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વ્હિકલના સંકલનથી લાઇવ ટ્રેકિંગ થાય તે માટેની સિસ્ટર પોલીસ ભાડે રાખવાની છે. પોલીસ કન્ટ્રોલ રુમ ખાતે રથયાત્રાનુ લાઇવ મોનીટરીંગ કરવા તેમજ મોબાઇળ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વ્હિકલ માટે શહેર પોલીસે ઇટેન્ડર બહાર પાડયું છે. મહત્વની વાત તો એ છે કે, પોલીસ દર વર્ષે આમ કોન્ટ્રાક્ટ આપી લાખો રુપિયાનુ એંધાણ કરે છે પરંતુ દર વર્ષે જરુર હોવા છતાં તેઓ આ સિસ્ટમ વસાવી લેતા નથી તે આધુનિક પોલીસ માટે ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદની રથયાત્રા પૂર્વ IBએ જાહેર કર્યું ખાસ એલર્ટ, શ્રીલંકા બ્લાસ્ટ બાદ તોળાતા ખતરો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-rathyatra-ib-declared-a-special-alert-threat-to-the-srilankanblast/
via Best Gujarati News
0 Comments