માનવતા લજવાઇ! યુવકે માતાની ઉંમરની દિવ્યાંગ વૃદ્વા સાથે ખાડામાં આચર્યું હેવાનીયતભર્યું કૃત્ય
હેવાનિયતની હદ વટાવતા યુવકે 60 વર્ષીય ભીક્ષુક દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતાં યુવક ઉપર ફીટકાર વરસી રહ્યો છે. સાબરમતીના કાળીગામ પાસે ખોડીયાર માતાના મંદિર પાસેની અવાવરૂ જગ્યામાં મૂળ વડગામના 40 કિલો વજન ધરાવતાં વૃદ્ધા સાથે યુવકે હેવાનીયતભર્યું કૃત્ય આચર્યાની ઘટના રવિવારે બની છે.
દિવ્યાંગ વૃદ્ધાને હાથથી ખેંચીને ખાડામાં નાંખી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મૂળ વડગામના અને ભિક્ષા માંગી જીવન વિતાવતા વુદ્ધાને આરોપીએ ડાબી આંખની પાંપણ ઉપર અને ગુપ્તભાગે ઈજા કરી છે. સાબરમતી પોલીસે દુષ્કર્મનો ગુનો આચરી તપાસ હાથ ધરી છે. આરોપીને ઓળખી કાઢવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે.
મૂળ વડગામના હાલમાં સાબરમતીના કાળીગામ વિસ્તારમાં ભિક્ષા માંગી જીવન વિતાવતા પ્રેમીલાબહેન (નામ બદલ્યું છે) રવિવારે રાત્રે કાળીગામ ખોડીયાર માતાના મંદિર પાસે હતા. તે સમયે એક અજાણ્યા શખ્સે તેમની એકલતાનો લાભ લઈને પ્રેમીલાબહેનનો હાથ પકડીને તેઓને ખેંચીને અવાવરૂ જગ્યામાં ખાડામાં લઈ ગયો હતો. જ્યાં પ્રેમીલાબહેનને ઈજા કરીને આરોપીએ તેમની પર દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાનમાં રાત્રે રોડ તરફથી પ્રેમીલાબહેન મળી આવતાં તેઓને રાહદારીએ ઈર્મજન્સી એમ્બ્યુલન્સને એક્સીડન્ટ થયાની જાણ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને સારવાર દરમિયાન દુષ્કર્મ થયાનું ધ્યાને આવ્યું હતું.
સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે વૃદ્વા માત્ર એટલું બોલી શક્યા કે, એક છોકરાએ મારી ઈજ્જત લૂંટી. પોલીસે હાલમાં જાતે ફરિયાદી બની અજાણ્યા આરોપી સામે દુષ્કર્મનો ગુનો આચરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માનવતા લજવાઇ! યુવકે માતાની ઉંમરની દિવ્યાંગ વૃદ્વા સાથે ખાડામાં આચર્યું હેવાનીયતભર્યું કૃત્ય appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/sabarmati-gram-mandir-on-the-youth-man-used-to-commit-crime/
via Best Gujarati News
0 Comments