અલ્પેશ ઠાકોરની ડંફાસો ક્યાં ગઇ! હું સત્તા નહિ પરંતુ સંઘર્ષ માટે ઝઝુમીશ તો અચાનક શું થયું કે..!!
લોકસભાની ચૂંટણીના ખરા સમયે કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધારાસભ્યે સોમવારે ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી વાતને ફરી બળ મળ્યું છે.
સાથે જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, સત્તા લાલસા માટે ગુજરાતની ભાજપ સરકાર પ્રજાનું અહિત થાય તો તેને કોઈ વાંધો નથી, સત્તા લાલસા પૂરી થતી હોય તો પ્રજાનું હિત બાજુએ મૂકવામાં વાંધો નથી, પણ સત્તાભૂખ્યું ભાજપ અલ્પેશને ભાજપમાં પ્રવેશ કરાવે તો તે પ્રજા સાથે દ્રોહ સમાન ગણાશે.
સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોરના વિવાવાસ્પદ નિવેદનને પગલે ગુજરાતમાં પરપ્રાંતીયો ઉપર હિંસક હુમલા થયા હતા. આ કારણસર અન્ય રાજ્યોમાં અલ્પેશ સામે રોષ ફાટી નીકળ્યો હતો. અલ્પેશે રાજકારણમાં પ્રવેશ કર્યો એ પહેલાં દેખાડો કરવા દારૂબંધીના નામે રેડ કરી હતી.
જોકે પાછળથી આ નાટકો બંધ થયા એટલે બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવવાનું શરૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી પહેલાં તમામ ચૂંટણીલક્ષી કમિટીમાં સ્થાન આપ્યું હતું. કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવ્યો તેમ છતાં તે ફસકી ગયો અને કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હતી. એ પહેલાં તો એવી ડંફાસો મારી હતી કે, હું સત્તા નહિ પરંતુ સંઘર્ષ માટે ઝઝુમીશ તો અચાનક શું થયું કે, ભાજપની નજીક જવા માંડયો.
જો આવા સ્વાર્થી રાજકારણી સાથે ભાજપ પોતાની સત્તાને વધુ મજબૂત બનાવવા માટે, ભાજપમાં પ્રવેશ કરાવે તો તે પ્રજા સાથે દ્રોહ સમાન ગણાશે, જો અલ્પેશનો પ્રવેશ થાય તો ભાજપને નુકસાન નક્કી જ છે. તેણે ઠાકોર સમાજમાં પણ ભાગલા પડાવ્યા છે તે હકીકત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશ ઠાકોરની ડંફાસો ક્યાં ગઇ! હું સત્તા નહિ પરંતુ સંઘર્ષ માટે ઝઝુમીશ તો અચાનક શું થયું કે..!! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/alpesh-thakors-bjp-entry-is-a-matter-of-responsibility-for-the-bjp-gujarat-government/
via Best Gujarati News
0 Comments