પરિવર્તનનાં એંધાણ, કોંગ્રેસનો દોષ કાઢી ભાજપનો હાથ ઝાલી આ 8 ધારાસભ્યો સત્તાની મલાઇ ખાવા આતુર
કોંગ્રેસની આંતરિક ખટપટ, પ્રદેશ નેતૃત્વ અને વિપક્ષી નેતાથી ત્રાસી ગયા છીએ એવું બહાનું કાઢી કોંગ્રેસના યુવા ધારાસભ્યો હવે ગમે ત્યારે ભાજપ ભેગા થવા થનગની રહ્યા હોવાની ચર્ચા છે.
અલ્પેશ ઠાકોર પણ પોતાની સાથે પાંચ, મધ્ય ગુજરાતમાંથી એક અને સૌરાષ્ટ્રમાંથી વધુ બે ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેમ મનાય છે.
લોકસભામાં ચૂંટાતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો જીતવા ભાજપે પણ કોંગ્રેસમાં અકળાતા ધારાસભ્યો માટે રડાર એક્ટિવેટ કર્યાનું કહેવાય છે. સોમાવારે ર્સ્વિણમ સંકુલમાં અલ્પેશ ઠાકોરના આંટાફેરાથી કોંગ્રેસ તુટશે એ અટકળોને સર્મથન મળ્યુ છે.
વિધાનસભામાં હાલમાં કોંગ્રેસ પાસે ૭૧ ધારાસભ્યો છે. રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાય તો સંખ્યાના બળે કોંગ્રેસ એક બેઠક સરળતાથી જીતી જશે તે સૌ સુપરે જાણે છે. ભાજપ પાસે હાલ 104 ધારાસભ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૫૯એ પહોંચે તો જ રાજ્યસભાની બંને બેઠકો ભાજપ બચાવી શકે તેવી સ્થિતિ છે.
ધારાસભ્ય કોંગ્રેસ કેમ છોડશે તેના કારણો
અલ્પેશ ઠાકોર: કોંગ્રેસ જ ધારાસભ્યપદ રદ્દ કરાવવા મેદાને પડી છે.
ધવલસિંહ ઝાલા: અલ્પેશનો ખાસ સાથીદાર, ભાજપ માટે કામ કર્યું.
ભરત ઠાકોર: અલ્પેશે જ ટિકિટ આપવી હતી એટલે તેનું કહ્યુ કરશે.
ચંદનજી ઠાકોર: ઠાકોર સેનાના નામે સિધ્ધપુરમાં ટિકિટ મળી હતી.
ગેનીબહેન ઠાકોર: વાવમાં ભાજપને ૫૦ હજારની લીડ અપાવી છે.
વિમલ ચુડાસમા: જૂનાગઢમાં પૂંજા વંશની ટિકિટ સામે વિરોધ કર્યો.
કાળુસિંહ ડાભી: ખેડામાં કોંગ્રેસે છેલ્લીઘડીએ ટિકિટ જ કાપી કાઢી.
જે.વી.કાકડિયા: અમરેલી કોંગ્રેસમા ચાલતી આંતરીક યાદવાસ્થળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પરિવર્તનનાં એંધાણ, કોંગ્રેસનો દોષ કાઢી ભાજપનો હાથ ઝાલી આ 8 ધારાસભ્યો સત્તાની મલાઇ ખાવા આતુર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-8-mla-may-be-leave-congress-and-will-be-joint-to-bjp/
via Best Gujarati News
0 Comments