ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી જીતેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોઓએ આજે ભાજપના ધારાસભ્યપદ માટે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા. જેમાં માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ અંગ્રેજીમાં જ્યારે અન્ય ત્રણ ધારાસભ્યોએ ગુજરાતમાં શપથ લીધા હતા.

આ પ્રસંગે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ સહિત બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં

ગુજરાતમાં 4 ધારાસભ્યોએ શપથ લેતા ભાજપનું વિધાનસભામાં સંખ્યા બળ વધી ગયું છે. હાલ ભાજપનું સંખ્યાબળ વધીને 103 થઇ ગયું છે.

આ વિધીમાં જે તે ક્ષેત્રના ભાજપના નેતાઓને આ ચારેય પેરાશુટ નેતાઓ સાથે ગાંધીનગર પધારવા આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે. ચાર ધારાસભ્યોમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા માણાવદરથી, ઓગસ્ટ 2017માં કોંગ્રેસમાં બળવો કરનાર રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યથી, ડો.આશા પટેલ ઊંઝા અને પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રાથી ભાજપના મેન્ટેડ ઉપર પહેલીવાર ચૂંટાયા છે.

જ્યારે લોકસભામાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો કેન્દ્રમાં નવી સરકારની રચના થયા બાદ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ આપશે.

જામનગર ગ્રામ્ય બેઠક પરથી રાઘવજી પટેલે શપથ લીધા બાદ જણાવ્યું હતું કે, મે જાહેરાત કર્યા પછી કોંગ્રેસનો ત્યાગ કર્યો હતો. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં મને પુરેપુરો વિશ્વાસ છે. અને આગળ ભાજપ મને જે કામગીરી સોંપશે તે નિષ્ઠાપૂર્વક કરીશ.

મહેસાણા બેઠક પરથી આશાબેન પટેલે શપથ બાદ જણાવ્યું હતું કે, હું BJPની વિચારધારા સાથે જોડાઈ તેનો આનંદ મને પુરોપુરો છે. લોકશાહીના પર્વમાં દરેકને વિરોધ કરવાનો હક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હજુ પણ કોંગ્રેસમાં ઘણા ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે.

હું BJPની વિચારધારાને શિરોમાન્ય રાખી જોડાઈ છું. ભાજપે પાટીદાર આંદોલનને ન્યાય આપ્યો છે. અને હજી પણ કોંગ્રેસના 30થી 34 ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે. આગળ પાર્ટી સરકાર અને પાર્ટી જે આદેશ કરશે તે રીતે કામ કરીશ. નારણકાકાએ તેમનું કર્મ કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાત વિધાનસભામાં 4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યા બળ વધ્યું, જાણો કેટલું થયું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/four-mlas-took-oath-in-gujarat-assembly-bjps-strength-increased/
via Best Gujarati News

0 Comments