સુરતના તક્ષશિલા આર્કેડમાં 22 વિદ્યાર્થીઓના મોતના પડઘા રાજ્યભર સહિત દેશમાં પડ્યા છે. 22 વિદ્યાર્થીઓના પરિવારમાં તેમના ગયાના આંસુ સૂકાયા નથી. પરંતુ નઘરોળ તંત્ર અને સત્તામાં બેઠેલા અધિકારીઓને તેનાથી કોઇ ફર્ક પડ્યો નથી. હાલ અમદાવાદમાં મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ અમદાવાદના નિકોલમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના નિકોલમાં સુકન ચારરસ્તા વિસ્તારમાં શ્રી ચાણક્ય સંકુલ આવેલી છે. આ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલની બરાબર બાજુમાં એક જ દીવાલને અડીને ગેસના બાટલાનું ગોડાઉન છે. આ ગેસના ગોડાઉનના કારણે સ્થાનિકોએ આજે વિરોધ કર્યો હતો.

સ્થાનિકો કહી રહ્યા છે કે, ગેસના ગોડાઉનથી બાળકોના જીવના જોખમ હોવાનું જણાવ્યું હતું. જેથી તંત્ર સતવરે ગેસનું ગોડાઉન સ્કૂલથી દુર કરવા માંગણી કરી છે. સ્થાનિકોમાં રોષ એટલી હદે વિફર્યો છે, જેના કારમે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ગેસના ગોડાઉન પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આજે ત્યાં મોટી સંખ્યામાં હાજર થઇને લોકોએ ગેસના ગોડાઉનનો વિરોધ કર્યો હતો.

હાલ લોકો જણાવી રહ્યા છે કે, સુરત જેવી આકસ્મિક ઘટના ગમે ત્યારે અહીં પણ બની શકે છે ત્યારે તંત્રએ ગેસના બાટલાના ગોડાઉનમાં સ્કૂલ બનાવવાની પરમિશન કેવી રીતે આપી. આ સ્કૂલની પરમિશન કોણે આપી. જો કોઈ દૂર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની. શું તંત્ર સુરત જેવી ઘટના અમદાવાદમાં બને તેની રાહ જોઈ રહ્યું છે, તેવા અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યાં છે.

અકસ્માત ક્યારેય કહીને નથી થતો ત્યારે નિકોલના સૂકન ચાર રસ્તા પાસે ગેસના ગોડાઉન પાસે જ સ્કૂલ મામલે તંત્રએ વિચારવું પડશે. સુરતની ઘટના બાદ ક્લાસીસ સામે પગલા લેવા માટે તંત્ર સજ્જ બનતું હોય તો આ પ્રકારે શાળાઓ સામે પણ પગલા લેવા તંત્રએ કાર્યવાહી કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અ’વાદના આ વિસ્તારમાં સ્કૂલની બાજુમાં ધમધમે છે ગેસનું ગોડાઉન, સ્થાનિકોએ કર્યું કંઇક આવું! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-nikol-in-school-nearby-gas-cylinder-agency/
via Best Gujarati News

0 Comments