News@12 PM: ગુજરાત કોંગ્રેસના આ 8 MLA જોડાઇ શકે છે BJPમાં, રાહુલ બરાબરના જીદે ચડ્યા
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી જીતેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોઓએ આજે ભાજપના ધારાસભ્યપદ માટે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં નક્સલીઓએ આજે વહેલી સવારે IED બ્લાસ્ટ કર્યો, જેમાં પોલીસ અને 209 કોબ્રાના 16 જવાન ઘાયલ થયા છે. અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વીઝા હોલ્ડર્સના જીવનસાથી માટે વર્ક પરમિટ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પગલાંથી અમેરિકામાં હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર અસર પડશે. પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે બાંગ્લાદેશ સામે અહીંના સોફિયા ગાર્ડન ખાતે પોતાની બીજી તથા અંતિમ વોર્મ-અપ મેચ રમશે.સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાત વિધાનસભામાં 4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યા બળ વધ્યું, જાણો કેટલું થયું
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી જીતેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોઓએ આજે ભાજપના ધારાસભ્યપદ માટે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા.
વધુ વાંચવા કરો ક્લિક-2: પરિવર્તનનાં એંધાણ, કોંગ્રેસનો દોષ કાઢી ભાજપનો હાથ ઝાલી આ 8 ધારાસભ્યો સત્તાની મલાઇ ખાવા આતુર
કોંગ્રેસની આંતરિક ખટપટ, પ્રદેશ નેતૃત્વ અને વિપક્ષી નેતાથી ત્રાસી ગયા છીએ એવું બહાનું કાઢી કોંગ્રેસના યુવા ધારાસભ્યો હવે ગમે ત્યારે ભાજપ ભેગા થવા થનગની રહ્યા હોવાની ચર્ચા છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: ઝારખંડમાં CRPFના કાફલા પર મોટો નકસલી હુમલો, IED બ્લાસ્ટ બાદ ફાયરિંગ, 16 જવાન ઘાયલ
ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં નક્સલીઓએ આજે વહેલી સવારે IED બ્લાસ્ટ કર્યો, જેમાં પોલીસ અને 209 કોબ્રાના 16 જવાન ઘાયલ થયા છે. એસપી ચંદન કુમાર સિન્હાએ ઘટનાની પુષ્ટી કરી છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: રાહુલ ગાંધી બરાબરના ચડ્યા જીદે, લેશે આટલો મોટો નિર્ણય, કોંગ્રેસ પર આવશે મોટું સંકટ!
તાજેતરમાં જ કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પર મંથન થયું. આ બધાની વચ્ચે પાર્ટીની કારમી હાર થતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી દીધી છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે સાવ સસ્તામાં, કિંમત જાણી લાગશે નવાઇ
ધમધોખતા તાપમાં લોકો ત્રાહિમામ થઇ જાય છે. આ ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે આમ આદમીને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવશે.
વધુ વાંચવા કરો ક્લિક-7: વર્લ્ડકપ 2019: આજે ભારત આ ટીમ સામે રમશે વોર્મ-અપ મેચ, ચોથા ક્રમાંકની સમસ્યા હજી પણ ચાલુ
પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે બાંગ્લાદેશ સામે અહીંના સોફિયા ગાર્ડન ખાતે પોતાની બીજી તથા અંતિમ વોર્મ-અપ મેચ રમશે.
વધુ વાંચવા કરો ક્લિક-8: સંસદમાં સાથે નહીં બેસે હેમા માલિની અને સની દેઓલ, આ છે કારણ
બોલિવૂડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ હેમા માલિની બન્નેએ લોકસભા ચૂંટણી 2019માં શાનદાર જીત પ્રાપ્ત કરી છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો મોટો દીકરો સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી જ્યારે હેમા માલિની યુપીના મથુરાથી ચૂંટણી મેદાનમાં હતા.
વધુ વાંચવા કરો ક્લિક-9: જૂનમાં આ 4 શાનદાર કારોની થશે ભારતમાં જબરદસ્ત એન્ટ્રી, જાણો વિગત
આગામી મહિને એટલે કે જૂનમાં કેટલીક શાનદાર કારો દેશમાં એન્ટ્રી કરશે. જેમાં એસયૂવી, એમપીવીથી લઈ હેચબેક સુધી સામેલ છે. આ કારો દેશમાં એમજી જેવી નવી કંપનીથી લઈ ટોયોટા જેવી જૂની કંપનીઓની છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: ખાવાના શોખીન ગુજરાતીઓ મિનિટોમાં બનાવો બટેટાનું અથાણું
અથાણું એક એવી વાનગી છે જેને દરેક લોકો ભોજન સાથે ખાય છે. ખાસ કરીને તમે દરેક પ્રકારના અથાણા બનાવીને ટ્રાય કર્યા છે પરંતુ શુ તમે ક્યારેય બટેટાનું અથાણું ટ્રાય કર્યું છે. તમે અત્યાર સુધી બટેટાનું શાક ટ્રાય કર્યું હશે.
વધુ વાંચવા કરો ક્લિક-11: ભક્તિમાર્ગે ચાલનાર ભક્તની પ્રગતિ નિશ્ચિત છે
ભક્તિ એટલે અંધશ્રદ્ધા નહિ. ભક્તિ એટલે કોઇ પરમ તત્ત્વની સાથે સતત અંતરમનથી જોડાઇ રહેવું, ક્યારેય વિભક્ત ન થવું. ભક્ત એટલે પરમાત્માનો ઉપાસક, જે ભક્તિના માર્ગે ચાલવાનું પસંદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: ગુજરાત કોંગ્રેસના આ 8 MLA જોડાઇ શકે છે BJPમાં, રાહુલ બરાબરના જીદે ચડ્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/topheadline-28th-may-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments