શુક્રવારે બોક્સ ઓફિસ પર બોલિવૂડની મલાસા ફિલ્મ ‘દે દે પ્યાર દે’ રિલીઝ થઈ છે. આ મલ્ટીસ્ટાર્ર ફિલ્મના ટ્રેલરના ઘણા વખાણ થયા હતા. અજય દેવગન, તબ્બૂ અને રકુલ પ્રીત સિંહ જેવા સ્ટાર્સની આ ફિલ્મને આકિવ અલીએ ડાયરેક્ટ કરી છે. જ્યારે કહાની અને પ્રોડક્શન લવ રંજનનું છે. તો આવો જાણીએ કેવી છે આ ફિલ્મ…

કહાની શું છે…

જોકે ફિલ્મની કહાની આમ તો સામાન્ય છે. ફિલ્મની શરૂઆત લંડનથી થયા છે. એક 50 વર્ષના બિઝનસમેન આશીષ(અજય દેવગન) છે જે પરિવારથી અલગ રહે છે. તેઓ 26 વર્ષની છોકરી આયશા(રકુલ પ્રીત સિંહ)થી મળે છે. ત્યાર બાદ બન્ને વચ્ચે નજદીકી વધે છે અને બન્નેને એક બીજાથી પ્રેમ થઈ જાય છે. પછી આશીષને લગે છે કે આયશાને તેના પરિવારથી મળાવી જોઈએ તેથી તેઓ ઈન્ડિયા આવી જાય છે. ત્યાં તેની પત્ની મંજૂ(તબ્બૂ), દીકરા, દીકરી અને માતા-પિતાથી આયશાને મળાવે છે. મંજૂ અને આયશા વચ્ચે થોડી ખટપટ થાય છે. આશીષને જોઈ તેની દીકરી નારાજ થઈ જાય છે અને પછી આશીષના પારિવારિક સંબંધ જોખમમાં મૂકાઈ જાય છે.

ત્યારે બાદ આયશા લંડન જતી રહે છે. મંબૂ અને આશીષ વચ્ચે પણ બધુ ઠીક થવા લાગે છે. પરંતુ આશીષનું દિલ પછી પણ આયશાને યાદ કરે છે અને તેની દિકરીના લગ્ન દરમિયાન આશીષ અને આયશા એક થઈ જાય છે. મંજૂ અલગ જ રહે છે.

ફિલ્મને કેમ જોવી?

આ ફિલ્મ આજના મોર્ડન દુનિયાથી જોડાયેલ છે. જ્યાં પ્રેમના સંબંધ વચ્ચે ઉંમર આવતી નથી. સંબંધોનું બંધન નથી. દરેક વ્યક્તિ પોતાની મર્જીથી જીવન જીવે છે. આ ફિલ્મ પણ રિલેશનશીપને દર્શાવે છે. ફિલ્મમાં કોમેડીનો મસાલો પણ છે. ટ્રેલરમાં જે ડાયલોગ તમે સાંભળ્યા હતા, તે સિવાય પણ ફિલ્મમાં કેટલાક એવા ડાયલોગ અને સીન છે જે તમને હસવા પર મજબૂત કરી દેશે. સાથે ડબલ મિનિંગ પંચ પણ છે. જે યૂથને પસંદ આવશે.

ફિલ્મના પહેલા ભાગમાં રકુલ પ્રીત સિંહ દર્શકોને ચોંકાવી શકે છે. કારણ કે રકુલની ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગ લોકોને પસંદ આવશે. ત્યારે બીજા હાફમાં તબ્બૂ છવાઈ છે. તેની કોમિક ટાઇમિંગ અને સહજ એક્ટિંગ દર્શકોને પકડી રાખે છે.

શું છે ખામી…

ફિલ્મની કહાનીમાં ઘણી વખત તમને મિસમેચ જોવા મળશે. તે માત્ર ક્રિટિક્સને જ નહીં પરંતુ દર્શકો પણ જોઈ શકે છે. ફિલ્મના વધુ પડતા સારા પંચ રકુલને આપવામાં આવ્યા છે. ફિલ્મમાં અજય દેવગન તમને નિરાશ કરી શકે છે. કારણ કે જ્યારે કોમેડીની વાત આવે છે ત્યારે તમને અજયથી ગોલમાલ સિરીઝ જેવી કોમેડીની અપેક્ષા હોય છે પરંતુ આ ફિલ્મમાં ઓવું દેખાતું નથી. કારણ કે તેઓ એક પતિ, પ્રેમી અને પિતાના પાત્રમાં તમને કન્ફ્યૂઝ લાગશે અને તેની પાસે સારા પંચ પણ નથી.

જોકે જબરદસ્ત પંચ, ડાયલોગની સાથે-સાથે ગીતોના કારણે ફિલ્મ મસાલા વાળી શ્રેણીમાં આવી છે. ફિલ્મમાં ઘણા સરપ્રાઇજિંગ એલિમેન્ટ પણ છે. જેના માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Review: જાણો કેવી છે મલ્ટાસ્ટાર્ર ‘દે દે પ્યાર દે’, અજય કન્ફ્યુઝ જ્યારે તબ્બૂ-રકુલ પ્રીત છે દમદાર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/movie-review-of-ajay-devgan-tabu-and-rakul-preet-starrer-film-de-de-pyar-de/
via Best Gujarati News

0 Comments