મહેશ ભટ્ટની આગામી ફિલ્મ સડક ટુમાં ઢોંગી બાબા બનશે મકરંદ દેશપાંડે
મહેશ ભટ્ટની આગામી ફિલ્મ સડક ટુની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર લીડ રોલમાં જોવા મળવાના છે. ફિલ્મમાં આલિયા એક ઢોંગી બાબાનો પર્દાફાશ કરતી જોવા મળવાની છે. મહેશ ભટ્ટ સડકની સિકવલ સાથે લગભગ વીસ વર્ષ બાદ દિગ્દર્શન ક્ષેત્રે વાપસી કરી રહ્યા છે. સડકની સિકવલમાં પૂજા ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં ઢોંગી બાબાના કિરદાર માટે મકરંદ દેશપાંડેની પસંદગી થઈ છે. મકરંદે પોતાની રીતે ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની વાત મહેશ ભટ્ટે જણાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મહેશ ભટ્ટની આગામી ફિલ્મ સડક ટુમાં ઢોંગી બાબા બનશે મકરંદ દેશપાંડે appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/mahesh-bhatts-next-movie/
via Best Gujarati News
0 Comments