BirthDay: પંકજ ઉધાસના અવાજમાં એ મેરે વતન… સાંભળી શખ્સે આપ્યા હતા 51 રૂપિયા
સંગીતની દુનિયામાં પંકજ ઉધાસનું નામ જાણીતું છે. માત્ર ભારતમાં જ નથી પરંતુ વિદેશોમાં પણ તેમની ગઝલ ગાયકીના લાખો પ્રશંસક છે. તેમની ગઝલ મનને શાંતિ આપે એવી હોય છે. આજે પંકજ ઉધાસનો જન્મ દિવસ છે. તેમનો જન્મ 17 મે, 1951માં ગુજરાતના રાજકોટ નજીક જેતપુરમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પંકજના પિતા ખેડૂત હતા.
પંકજે માત્ર 7 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેમના ભાઈ મનહર ઉધાસ પર એક જાણીતા પાર્શ્વગાયક છે. ઘરમાં પહેલાથી જ સંગીતનો માહોલ હતો. જેના કારણે પંકજ ઉધાસને સંગીતમાં જ વધુ રસ હતો અને તેઓ ગઝલ સમ્રાટ બની ગયા. પંકજના ગાયકીના શોખને તેમના મોટા ભાઈ મનહર ઉધાસ જલ્દી ઓળખી ગયા હતા અને તેમને પંકજને પ્રોત્સાહિત કર્યા.
પંકજને સોંગ ‘ચાંદી જેસા રંગ હૈ તેરા’થી લોકપ્રિયતા મળી હતી. પંકજ તેમના ભાઈ સાથે સ્ટેજ શો પણ કરતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે પંકજે એક શોમાં રાષ્ટ્રભક્તિ ગીત ‘એ મેરે વતન કે લોગો’ ગાયું હતું. પંકજની અવાજમાં આ ગીત સાંભળીને અને પ્રભાવિત થઈને ઓડીયન્સમાંથી એક શખ્સે 51 રૂપિયા પણ આપ્યા હતા. જ્યારે કેટલાક લોકોની આંખો નમ થઈ હતી.
તેમને જણાવી દઈએ કે પંકજએ ફારિદા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ દીકરીઓ પણ છે. ઉલ્લેખનીય છે કે પંકજે ‘બહાર આને તક’,‘થાનેદાર’,‘સાજન’,‘દિલ આશ્ના હૈ’,‘ગંગા જમુના સરસ્વતી’,‘ફિર તેરી કહાની યાદ આઈ’,‘યે દિલ્લગી’, ‘મોહરા’, ‘નામ’ જેવી અનેક બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાની અવાજનો જાદુ પાથર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post BirthDay: પંકજ ઉધાસના અવાજમાં એ મેરે વતન… સાંભળી શખ્સે આપ્યા હતા 51 રૂપિયા appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/birthday-special-a-man-gave-51-rupee-to-ghazal-samrat-pankaj-udhas/
via Best Gujarati News

0 Comments