ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં ગુરુવારે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ રેડ કારપેટ પર એન્ટ્રી કરી હતી. ‘મેટ ગાલા 2019’માં પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યા બાદ કાન્સમાં પણ પ્રિયંકા ચોપરાએ ફેશનેબલ આઉટફિટથી ફેન્સને ઇમ્પ્રેસ કર્યા હતા. પરંતુ પ્રિયંકાના કાન્સ લુકને લઈ સોશિયલ મીડિયા પર હવે નવી ચર્ચા શરૂ થઈ છે.

હકીકતમાં, પ્રિયંકા ચોપડાએ જે ગાઉન પહેર્યું હતું, તેમાં તેનું બેલી ફેટ દેખાઈ રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ દેખાઈ રહ્યું છે. એક્ટ્રેસનું કાન્સ લુક સામે આવ્યા બાદ કેટલાક લોકો પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઈ અટકળો લગાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાની તસવીરો પર કેટલાક ફેન્સની કમેન્ટ છે કે તેઓ પ્રેગ્નેંટ છે. જ્યારે કેટલાક યૂઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે શું પ્રિયંકા પ્રેગ્નેંટ છે?

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેંસીને લઈ જે અટકળો લગાવવામાં આવી રહી છે એ નવી નથી. આ પહેલા પણ જ્યારે અન્ય ડ્રેસીસમાં પ્રિયંકા ચોપરાનું પેટ દેખાયું હતું તો લોકોએ તેની પ્રેગ્નેંસીના ઘણા અનુમાન લગાવ્યા હતા. ત્યારે એક્ટ્રેસે આ ખબરોને અફવા ગણાવી ફગાવી હતી. જોકે, હાલ આ તસવીરોમાં દેખાઈ રહ્યું બેલી ફેટ છે કે બેબી બંપ તે હાલ પણ સસ્પેંસ છે. કારણે કે અત્યાર સુધી પ્રિયંકા અને તેના પરિવાર તરફથી આ વિશે કોઈ રિએક્શન આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં અભિનેત્રીના લુકને લઈને ચારેકોર ચર્ચા appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/priyanka-chopra-cannes-2019-look-viral-on-social-media/
via Best Gujarati News

0 Comments