હાલ સંપૂર્ણ દેશમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કોઈ સત્તાધીશ પાર્ટીને સપોર્ટ કરી રહ્યું છે તો કોઈ વિપક્ષી દળોના સપોર્ટમાં છે. એવી પરિસ્થિતિઓમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ પાછળ નથી. તાજેતરમાં બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ એક્ટર અને નેતા કમલ હાસનના નાથૂરામ ગોડસેવાળા નિવેદન પર ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો. ત્યારે હવે સાધ્વીના નિવેદન પર બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ ગૌહર ખાને પ્રતિક્રિયા આપી છે.

ગૌહર ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના વિવાદાસ્પદ નિવેદન પર કમેન્ટ કરી એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં ગૌહર ખાને ટ્વિટ કરી લખ્યું કે,‘ચાલો બાળકો, બધા ખુશ થઈ જાઓ, Sorry બોલી દીધું છે. પરંતુ ચૂંટણી તો લડશે જ.’ પરંતુ ત્યાર બાદ જ્યારે ખબર પડી કે માફી માંગવામાં આવી નથી તો ગૌહરે વધુ એક ટ્વિટ કરી અને તીખા તેવર દેખાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મમેકર અને એક્ટર કમલ હાસનને 12મી મેના રોજ નાથૂરામ ગોડસેને આઝાદ ભારતનો પહેલો આંતકી ગણાવ્યો હતો. જ્યારે કમલ હાસનના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા સાધ્વી પ્રજ્ઞાએ નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ચાલો બાળકો, બધા ખુશ થઈ જાઓ.. appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/gauhar-khan-react-on-bjp-leader-sadhvi-pragya-statement/
via Best Gujarati News

0 Comments