ગત વર્ષે એક્ટ્રેસ તનુશ્રી દત્તા ઘણા વર્ષો બાદ ઈન્ડિયા પાછી આવી હતી અને એક ઇન્ટરવ્યૂમાં તનુશ્રીએ તેની સાથે થયેલ યૌન શોષણની સચ્ચાઈ જણાવી #MeToo નામની સનસની મચાવી હતી. તમને જણાવી દઈએ કે તનુશ્રીએ એક્ટર નાના પાટેકર પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ સંબંધીમાં નોંધાવેલ FIRને હવે સાત મહિનાનો સમય થઈ ગયો છે. પરંતુ અત્યાર સુધી પોલીસને કોઈ મજબૂત પુરાવા નથી મળ્યા.

આ પરિસ્થિતિઓમાં ગઈકાલ એટલે કે ગુરુવારે એવા સમાચાર સામે આવ્યા કે નાના પાટેકરને પોલીસે ક્લીન ચિટ આપી છે. પરંતુ તનુશ્રીએ આ સામાચારને ખોટા કહી ફગાવ્યા છે અને એકવાર ફરી નાના પાટેકર પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તનુશ્રીએ કહ્યું કે,‘સાચું એ છે કે નાનાની ટીમે ખોટી માહિતી ફેલાવી રહી છે. તપાસ હાલ પણ ચાલું છે અને મીડિયામાં આ ખોટી ખબર ફેલાવવામાં આવી રહી છે કે નાના પાટેકરને યૌન શોષણ કેસમાં પોલીસે ક્લીન ચીટ આપી છે.’

વધુ ઉમેરતા તનુશ્રીએ કહ્યું કે,‘સાચું એ છે કે અત્યાર સુધી મુંબઈ પોલીસ તરફથી એવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. મને મારા વકીલે આ વિશે કમ્ફર્મ માહિતી આપી છે. મને ખબર મળી છે કે આ અફવા નાના પાટેકરની પીઆર ટીમે ફેલાવી છે કારણ કે યૌન શોષણ કેસ બાદ તેને કામ નથી મળી રહ્યું અને આ તેની ઇમેજને સુધારવા માટે કરવામાં આવી રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તનુશ્રીએ એક ઈન્ટરવ્યૂમાં નાના પાટેકર પર આરોપ લગાવતા કહ્યું હતું કે લગભગ 10 વર્ષ પહેલા ફિલ્મ ‘હોન ઓકે પ્લીઝ’ના સેટ પર નાના પાટેકરે તેને ખોટી રીતે સ્પર્શવાની કોશિશ કરી હતી. તનુશ્રીએ કહ્યું કે તેણે કોન્ટ્રેક્ટ અનુસાર હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મમાં સોલો ડાન્સ કરવાનો હતો. પરંતુ શૂટના પ્રથમ જ દિવસથી નાનાએ તેની સાથે ગેવર્તન શરૂ કરી દીધું હતું. નાનાના આવા વર્તન અંગે તનુશ્રીએ જ્યારે પ્રોડ્યુસર-ડિરેક્ટરને વાત કરી ત્યારે તેમણે તનુશ્રીને નાનાની વાત માનવાની સલાહ આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એક વાર ફરી તનુશ્રીએ નાના પાટેકર પર કર્યા શાબ્દિક પ્રહાર, ક્લીન ચિટ વિશે કહ્યું… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/tanushree-dutta-react-on-nana-patekar-has-clean-chit/
via Best Gujarati News

0 Comments