લ્યો બોલો….ફોટો સેશન છોડી પત્ની પ્રિયંકાનો ડ્રેસ સરખો કરવા લાગ્યો પતિ નિક
પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડી પોપ્યુલર કપલ્સમાંથી એક છે. આ બન્ને ઘણી વખત અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે. જ્યારે હવે નિકે પ્રિયંકા માટે કંઈક એવું કર્યું જેને જોઈ માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ ત્યાં હાજર દરેક વ્યક્તિ હેરાન થઈ ગયા.
વાત છે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019ની જ્યાં આ બન્ને સ્ટાર્સે હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં પ્રિયંકાએ લેવેન્ડર કલરની ફિશ સ્કેલ જેવી ડ્રેસ પહેરી હતી. પ્રિયંકા સાથે નિક પણ હતો. જેને વેલ્વેટનું બ્લેક કલરનું ફોર્મલ આઉટફિટ પહેર્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકા અને નિકે એક ફેન સાથે ફોટો પણ ક્લિક કરાવી. પરંતુ આ દરમિયાન પ્રિયંકાની ડ્રેસમાં કંઈક પ્રોબ્લમ થતા અને નિકનું ધ્યાન તેના પર જતા કોઈ પણ વિલંબ કર્યા વગર નિક પ્રિયંકાનો ડ્રેસ ઠીક કરવા લાગ્યો. આ સંપૂર્ણ ઘટના એક કેમેરામાં કેદ થઈ ગઈ. જેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
જુઓ આ વીડિયો:
નિકનું આ જેસ્ચર ખૂબજ રોમાન્ટિક છે અને તેના આ અંદાજે સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી લીધા છે. તેમને જણાવી દઈએ કે હાલ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં ગઈકાલે પ્રિયંકાએ બ્લેક કલરની શિમરિંગ ડ્રેસ પહેરી હતી અને તેઓ ઘણી હોટ દેખાઈ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લ્યો બોલો….ફોટો સેશન છોડી પત્ની પ્રિયંકાનો ડ્રેસ સરખો કરવા લાગ્યો પતિ નિક appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/nick-jonas-fixed-wife-priyanka-chopras-dress-at-the-cannes-event/
via Best Gujarati News
0 Comments