અભિનેતા અક્ષય કુમાર બોલિવૂડના એવા એક્ટર્સમાંથી એક છે જે તેના પાત્ર અને એક્ટિંગથી દર વખતે દર્શકોને હેરાન કરે છે. હવે એક વાર ફરી અક્ષયે આવું જ કંઈક કર્યું છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અક્ષય કુમારે જાહેરાત કરી હતી કે તે સાઉથની સુપરહિટ હોરર ફિલ્મ ‘કંચના’ના હિન્દી રિમેક ‘લક્ષ્મી બોમ્બ’માં કામ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અક્ષય એક ટ્રાન્સજેન્ડર ભૂતના રોલ પ્લે કરવાનો છે.

જોકે અક્ષયના ફેન્સ તેના આ લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’થી અક્ષયનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેને જોઈ દરેક વ્યક્તિ હેરાન છે. આ પોસ્ટરને અક્ષય કુમારે તેના ટ્વિટર હેન્ડલ પર ફેન્સ સાથે શેર કર્યું છે. પોસ્ટરમાં અક્ષય આંખમાં કાજલ લગાવતા દેખાઈ રહ્યો છે. ફેન્સ અક્ષયના આ પોસ્ટરને જોઈ ખૂબજ ક્રેઝી થયા છે અને જબરદસ્ત કમેન્ટ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મમાં અક્ષય કુમારના ઓપોઝિટ કિઆરા અડવાણી દેખાશે. જે તેની પત્નીનો રોલ પ્લે કરશે. ફિલ્મને રાધવ લોરેંસ ડાયરેક્ટ કરશે. ઉપરાંત રિપોર્ટ પ્રમાણે આ હિન્દી રિમેકમાં બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન પણ નજરે આવશે. ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મ આવતા વર્ષે 2020માં 5 જૂને રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘લક્ષ્મી બોમ્બ’માં ટ્રાન્સજેન્ડર ભૂત બનશે અક્ષય કુમાર, ‘First Look’ જોઈ ફેન્સ થયા Crazy appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/first-look-of-akshay-kumar-from-film-laxmmi-bomb-goes-viral/
via Best Gujarati News

0 Comments