આફ્રિકામાં વધુ એક ગુજરાતી વેપારી લૂંટાયો, બંદૂકની અણીએ રોકડ લઇ લૂંટારુંઓ રફૂચક્કર
વિદેશોમાં પણ ગુજરાતીઓ પર થતા હુમલાઓ અટકવાનું નામ લઇ રહ્યા છે. દિવસેને દિવસે વિદેશોમાં ગુજરાતીઓ ભોગ બની રહ્યા છે, ત્યારે આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો અને લૂંટ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આફ્રિકાના વેન્ડા સીટીમાં રહેતાં મૂળ ભરૂચના વેપારી લૂંટનો શિકાર બન્યા છે.
આફ્રિકાના વેન્ડા સીટીમાં જે ગુજરાતી વેપારી પર હુમલો થયો છે તે મૂળ ભરૂચના ટંકારિયા ગામનો છે અને તેઓ આફ્રીકાની જબ્બાર બાવા વેન્ડા સીટીમાં હાર્ડવેર એન્ડ પેઇન્ટિંગ કલરની દુકાન ધરાવે છે. તેઓ લગભગ 10 વર્ષથી આફ્રિકામાં વેપાર કરે છે.
પરંતુ અચાનક તેમની દુકાનમાં કેટલાક બંદૂકધારી લૂંટારુઓ ઘુસી ગયા હતા. ત્યારબાદ તેઓ ખુબ ગભરાઇ ગયા હતા. લૂંટારુંઓએ બંદૂકની અણીએ ધમકાવતાં તેમણે સરેન્ડર કરીને તમામ રૂપિયા આપી દીધા હતા.
આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. તેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, અચાનક જ દુકાનમાં ઘુસી આવેલા બે લુંટારુઓએ કેવી રીતે લૂંટ મચાવી અને ગણતરીની મિનિટોમાં જ રોકડ લઇ ફરાર થઇ ગયા હતા. આ પ્રકારની ઘટનાઓને પગલે આફ્રિકામાં વસતાં ગુજરાતી પરિવારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આફ્રિકામાં વધુ એક ગુજરાતી વેપારી લૂંટાયો, બંદૂકની અણીએ રોકડ લઇ લૂંટારુંઓ રફૂચક્કર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/africa-venda-city-in-gujarati-bharuch-man-shop-in-loot/
via Best Gujarati News
0 Comments