લાલબત્તી સમાન કિસ્સો: 19 વર્ષની પરણિત યુવતીને PUBG પાર્ટનર સાથે થયો પ્રેમ, જોઇએ છે છૂટાછેડા
રાજ્યમાં પબજી ગેમને લઇને લોકોમાં આદત પડી ગઇ છે. સરકાર સહિત ગુજરાત પોલીસે પબજી ગેમના વળગણમાંથી લોકોને છોડાવવા માટે કેટકેટલા પ્રયત્નો કર્યો પરંતુ તમામ નિર્થક સાબિત થયા છે. હાલ અમદાવાદમાં પબજી ગેમ લોકો પર કેટલી હાવી થઇ ગઇ છે, તેનો જીવતો દાખલો સામે આવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની 19 વર્ષની યુવતીને પબજીનાં ગેમ પાર્ટનર સાથે પ્રેમ થઇ ગયો છે. ગેમના કારણે તે પોતાના પતિને છૂટાછેડા આપીને ગેમ પાર્ટનર સાથે રહેવા માંગે છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ 10 વર્ષની યુવતીએ પોતાના પતિથી છૂટકારો મેળવવા માટે મહિલા હેલ્પલાઇન અભયમ 181ને જાણ કરી હતી.
આ 19 વર્ષની યુવતી વિશે જણાવીએ તો, તેને એક વર્ષ કરતા પણ નાનું બાળક છે. આ યુવતીના 18 વર્ષ પુરા થતાં તેણે એક બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કર્યાં હતાં અને એક વર્ષમાં તેને બાળકને પણ જન્મ આપ્યો છે. થોડા મહિના પહેલા તેને પબજી રમતની લત લાગી હતી. જેમાં તેને શહેરનાં જ પબજી રમત રમતા યુવાન સાથે સંપર્ક થયો હતો.
આ ઘટના વિશે મહિલા હેલ્પલાઇના અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદમાં આ પ્રકારનો પહેલો કિસ્સો અમારી સામે આવ્યો છે. આ ઘટનામાં યુવતી પબજી ગેમના કારણે પોતાના પતિ સાથે છૂટાછેડા લાવે માંગે છે, અને ગેમ પાર્ટનર સાથે રહેવા માંગે છે. અમે જ્યારે યુવતીને પુછ્યું કે, ‘તને તારા પતિ સાથે કોઇ અણબન છે કે ઝઘડો છે? તો ત્યારે તેને ના પાડી હતી અને કહ્યું હતું કે મારે તે યુવાન સાથે રહેવું છે.’
તમને જણાવી દઇએ કે, અગાઉ એક ઘટનામાં માતાએ પોતાનાં બાળકને પબજીની લતથી છોડાવવા માટે હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લાલબત્તી સમાન કિસ્સો: 19 વર્ષની પરણિત યુવતીને PUBG પાર્ટનર સાથે થયો પ્રેમ, જોઇએ છે છૂટાછેડા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad19-year-old-married-woman-divorce-with-husband-unite-with-pub-partner/
via Best Gujarati News
0 Comments