સિન્થેટિક યાર્ન સેગ્મેન્ટમાં RELIANCE CHEMOTEX રોકાણ માટે આકર્ષક બની રહે
શેર-સ્વેપ : પ્રતિત પટેલ
૧૯૭૭માં સ્થપાયેલી આ કંપની સિન્થેટિક અને બ્લેન્ડેડ યાર્નનું ઉત્પાદન કરે છે. કંપની ૫૩,૨૮૦ સ્પિન્ડલની ક્ષમતા ધરાવે છે સાથે હાઇ ટેમ્પરેચર અને હાઇ પ્રેશર ફઇબર અને ડાઇંગ પ્લાન્ટ ધરાવે છે. કંપની ૧૯૮૭થી પોતાની પ્રોડક્ટ્સની નિકાસ પણ કરે છે અને કંપની ગ્લોબલ લેવલે પણ ઘણા લોયલ ક્લાયન્ટ્સ ધરાવે છે. કંપની ૧૦૦% પોલિયેસ્ટર, ૧૦૦% વિસ્કોસ, ૧૦૦% એક્રેલિક, ૧૦૦% બામ્બુ વિસ્કોસ, પોલિયેસ્ટર, વિસ્કોસ સહિત અનેક પ્રકારના યાર્ન બનાવે છે.
કંપનીની ઇક્વિટી માત્ર રૂ.૩.૯૮ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૬૨.૮૯ કરોડનું જંગી રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટર્સ ૫૦.૪૩ ટકા અને પબ્લિક ૪૯.૫૭ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના શેરની બુક વેલ્યૂ રૂ. ૧૬૭.૯૯ જેટલી મોટી છે અને વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૦.૪૬ના સાવ જ નીચા પ્રાઇઝ ટુ બુક વેલ્યૂથી ક્વોટ થઇ રહ્યો છે. રેગ્યુલર ડિવિડન્ડ ચૂકવતી આ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે ૧૫ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે.
કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે બમ્પર પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરની વાત કરીએ તો કંપનીનો નફે ૫૮.૧૩ ટકા વધીને રૂ. ૨.૪૮ કરોડ થયો છે જ્યારે કંપનીનું વેચાણ ૧૪.૯૯ ટકા વધીને રૂ. ૮૧.૦૨ કરોડ થયો છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૬.૨૩ની ઈપીએસ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ની વાત કરીએ તો કંપનીનો નફે ૫૭.૪૭ ટકા વધીને રૂ. ૪.૦૯ કરોડ થયો છે જ્યારે કંપનીનું વેચાણ ૧૩.૨૨ ટકા વધીને રૂ. ૩૨૩.૧૯ કરોડ થયું છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે ૧૦.૨૮ની ઈપીએસ હાંસલ કરી છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૭.૬ના સાવ જ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે.
કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯માં રૂ. ૧૦.૭૫ કરોડનું દેવું ઘટાડયું છે અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો ગત વર્ષના ૦.૨૪ ટકાથી ઘટીને માત્ર ૦.૧૩ ટકા રહ્યો છે. કંપની આવનાર સમયમાં તેના બે યુનિટમાં મોડર્નાઇઝેશન કરવા જઈ રહી છે જેના લીધે આગળ જતા કંપનીના નાણાકીય દેખાવમાં એનો ફયદો જોવા મળશે. વર્તમાન ભાવે આ સ્ટોક તેના બાવન સપ્તાહના હાઇ ભાવ રૂ. ૧૦૭થી ૨૮ ટકા ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે અને રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. સ્ટોકમાં રૂ. ૬૦ના સ્ટોપ લોસ સાથે મધ્યમથી લાંબા ગાળાનું રોકાણ કરી શકાય. ઉપરમાં ૧૨થી ૧૫ મહિનામાં રૂ.૧૧૫-૧૨૫નો આંક જોવા મળી શકે છે.
નોંધઃ ત્રણ સપ્તાહ અગાઉ જ અહીંથી ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ રૂ. ૭૬.૭૫માં ખરીદવા જણાવ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટર માટેના નબળા સેન્ટિમેન્ટ વચ્ચે પણ આ સ્ટોક માત્ર ત્રણ જ સપ્તાહમાં ૫૬.૩૫ ટકા ઊછળીને રૂ. ૧૨૦ થતો જોવાયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સિન્થેટિક યાર્ન સેગ્મેન્ટમાં RELIANCE CHEMOTEX રોકાણ માટે આકર્ષક બની રહે appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/synthetic-yarn-segeman/
via Best Gujarati News

0 Comments