ગોલ્ડ ફ્યૂચરમાં રૂ. ૩૧,૫૦૦નો મજબૂત ટેકો
કોમોડિટી ચાર્ટની નજરે : અનુજ
એેમસીએક્સના ગોલ્ડના જૂન વાયદામાં આગામી સપ્તાહે મિશ્ર ટ્રેન્ડ જોવા મળી શકે છે. ગત સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. ૩૧,૫૦૦ના મથાળે ખુલ્યો હતો. સપ્તાહ દરમિયાન ભાવ વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ.૩૨,૦૫૦ની ઊંચી સપાટી બની હતી. અંતે વાયદો ૧.૪૫ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ.૩૧,૯૦૪ના સ્તરે બંધ થઇ રહ્યો હતો. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઈએમએની ઉપર બંધ છે. એમએસીડી પણ નેગેટિવ છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૧.૦૨ છે. નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૩૧,૫૦૦ અને રૂ. ૩૧,૦૦૦નો મજબૂત સપોર્ટ લેવલ છે. તો બીજી બાજુ રૂ. ૩૨,૩૦૦ની પ્રતિકાર અને ત્યારબાદ રૂ.૩૨,૬૦૦ની મજબૂત પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી.
ચાંદી વાયદા માટે રૂ.૩૬,૬૦૦નો ટેકો મહત્ત્વપૂર્ણ
એમસીએક્સ ચાંદીના જુલાઈ મહિનાના કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે સાંકડી વધઘટ ભરી ચાલ રહેવાની સંભાવના છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ. ૩૬,૬૦૦નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩૫,૮૮૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો બીજી બાજુ જો વાયદો રૂ. ૩૭,૯૫૦ની પ્રતિકાર સપાટી કુદાવે તો ચાંદીમાં રૂ. ૩૮,૬૧૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઈએમએની નીચે બંધ છે. આરએસઆઈ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૩૯.૧૮ છે. એમએસીડી પણ નેગેટિવ છે.
ક્રૂડ વાયદામાં મિશ્ર વલણ રહેશે
એમસીએક્સ ક્રૂડ ઓઇલના મે મહિનાના ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં આગામી સપ્તાહે મિશ્ર વલણ રહેશે. હાલ ભાવમાં ૨૦ સપ્તાહના ઇએમએનું મજબૂત સપોર્ટ લેવલ છે જે તૂટવામાં નિષ્ફળ રહ્યું છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. એમએસીડી પોઝિટિવ છે. જો કે આરએસઆઈ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૪.૫૮ છે. નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ. ૪,૧૯૦નો સપોર્ટ અને રૂ. ૪,૦૭૫નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ. ૪,૪૭૫નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ. ૪,૬૯૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
ધાણા વાયદામાં સુસ્ત વલણ જોવા મળશે
એનસીડીઈએક્સ ધાણાના મે વાયદાના ભાવમાં સુસ્તી જોવા મળી શકે છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએ ઉપર બંધ છે. એમએસીડી પોઝિટિવ ટેરિટરીમાં છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૬૬.૨૮ છે. ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ. ૬,૯૫૦નો ટેકો અને ત્યારબાદ રૂ. ૬,૬૫૫નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ. ૭,૩૫૦ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કુદાવે તો રૂ. ૭,૫૮૦ સુધીનો ઊછાળો આવી શકે છે.
મેન્થા તેલમાં મોટી વધ-ઘટની શક્યતા નહિવત્
એમસીએક્સ મેન્થા ઓઇલના મે મહિનાના વાયદામાં ખાસ અફરાતરફી રહેવાની અપેક્ષા નથી. મેન્થા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૩૫૨નો ટેકો અને રૂ.૧,૩૦૦નો મજબૂત સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧,૪૪૭નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧,૫૦૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઈએમએની નીચે બંધ છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૧.૭૨ છે. જો કે એમએસીડી નેગેટિવ છે.
સોયાબીનમાં એકંદરે સુધારા તરફી ચાલ રહેશે
એનસીડીઈએક્સ સોયાબીનના મે મહિનાના વાયદામાં નવા સપ્તાહે સાંકડી વધઘટે સુધારા તરફી ચાલ રહેવાની ધારણા છે. ચાર્ટ ઉપર ગત સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૫૯૩ના મથાળે ખૂલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૩,૫૫૬ની નીચી સપાટી બની હતી. જો કે ત્યારબાદના સપ્તાહ દરમિયાન નીચા સ્તરેથી બાઉન્સ બેક થયા હતા અને સપ્તાહના અંતે રૂ. ૩,૭૨૧ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. અંતે વાયદો ૨.૬૧ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ. ૩,૭૦૦ના સ્તરે બંધ થયા હતા. જ્યારે તેની અગાઉના સપ્તાહે ક્લોઝિંગ લેવલ રૂ.૩,૬૦૬ હતું. ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઈએમએની ઉપર બંધ છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૫.૭૬ છે. જો કે એમએસીડી નેગેટિવ છે.
ટૂંકા ગાળા માટે સોયાબીન વાયદામાં રૂ.૩,૬૪૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૩,૫૫૫નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ વાયદો રૂ.૩,૮૩૦ની પ્રતિકારક સપાટી કુદાવે તો રૂ.૩,૯૧૫ સુધીના ઉછાળાની ધારણા રાખવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગોલ્ડ ફ્યૂચરમાં રૂ. ૩૧,૫૦૦નો મજબૂત ટેકો appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/gold-futures-res-31500/
via Best Gujarati News
0 Comments