સતત આગેકૂચ બાદ બજારમાં અપેક્ષિત ઘટાડો
F&Oફંડા : જતિન સંઘવી
બેરિશ બ્રેકઆઉટ, માર્કેટ સપોર્ટની નજીક
ગત સોમવારે માર્કેટમાં બિગ ગેપ ડાઉન જોવા મળ્યું અને સમગ્ર સપ્તાહ દરમિયાન બજારમાં મંદીની પકડ હતી. માર્કેટમાં મંદીની પકડ મજબૂત છે અને સૂચકાંકોએ મહત્ત્વપૂર્ણ સપોર્ટ સ્તરો તોડયાં છે. બજારમાં વોલેટાલિટીમાં વધારા વચ્ચે ટૂંકા અને મધ્યમ ગાળાનું વલણ મંદીમય બન્યું છે. આના પરિણામે હવે નિફ્ટી ૧૧,૨૨૭-૧૧,૧૮૦ના બુલિશ ગેપ સપોર્ટ લેવલની સાધારણ ઉપર છે. ઉલ્લેખનીય છે કે માર્કેટમાં પીછેહઠ અપેક્ષિત હતી કારણકે ઊંચા સ્તરે માર્કેટ ટકી રહેવું મુશ્કેલભર્યું હતું. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં માર્કેટમાં અનિશ્ચિતતાનું વલણ જોવા મળે તેમાં આૃર્ય નથી અને ચૂંટણીના પરિણામો બાદ જ ફરી એકવાર સ્પષ્ટ વલણ જોવા મળી શકે છે.
કેન્ડલસ્ટિક અભ્યાસ
દૈનિક ચાટ્ર્સ ઉપર સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ સ્મોલ બ્લેક બોડી સ્પિનિંગ ટોપનું ગુરુવાર અને શુક્રવારે નિર્માણ કર્યું હતું. સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર બંને સૂચકાંકોએ બિગ બ્લેક બોડી કેન્ડલનું નિર્માણ કર્યું હતું. આમ દૈનિક કેન્ડલસ્ટિક અભભ્સ બાઉન્સ બેક તથા સાપ્તાહિક કેન્ડલસ્ટિક પેટર્ન મંદીની સંભાવના વ્યક્ત કરે છે.
બુલિશ ગેપની મદદ
સેન્સેક્સમાં ૧,૦૦૦ પોઇન્ટ્સ અને નિફ્ટીમાં ૩૦૦ પોઇન્ટ્સની સાંકડી ટ્રેડિંગ રેન્જમાં ગત સપ્તાહે આખરે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અપેક્ષા મૂજબ જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઘણાં લેવલ તોડયાં અને હવે સેન્સેક્સ ૩૭,૨૩૦-૩૭,૧૦૬ તથા નિફ્ટી ૧૧,૨૨૭-૧૧,૧૮૦ વચ્ચેના મજબૂત સપોર્ટ ઝોન પાસે છે, જે બુલિશ ગેપ છે. બજારમાં તીવ્ર ઘટાડાને પરિણામે ઘણાં ઓસિલેટર્સ હવે ઓવરસોલ્ડ બન્યાં છે અને ૧૧,૫૫૦-૧૧,૬૦૦ના સ્તરો સુધી બાઉન્સ બેકની આશા રાખી શકાય.
રિટ્રેસમેન્ટ સ્તરો
ગત સપ્તાહે સેન્સેક્સમાં ૩૫,૨૮૭ અને નિફ્ટીમાં ૧૦,૫૮૫ના સ્તરેથી શરૂ થયેલી આગેકૂચ ઉપર કરેક્શનનો સામનો કર્યો હતો. સેન્સેક્સમાં ૩૭,૮૮૩-૩૭,૩૮૭-૩૬,૮૯૧ અને નિફ્ટીમાં ૧૧,૩૭૧-૧૧,૨૨૧-૧૧,૦૭૧ ઉપર કરેક્શન સ્તરોને ધ્યાનમાં લઇ શકાય. બંને સૂચકાંકોએ હાલમાં ૫૦ ટકા રિટ્રેસમેન્ટ લેવલનો સપોર્ટ લીધો છે.
ટૂંકા ગાળાનું વલણ મંદી તરફી
બંને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ-૩૮,૬૪૭ અને નિફ્ટી-૧૧,૬૧૨)ની ટૂંકા ગાળાની સરેરાશ તથા ૫૦ ડીએમએ (સેન્સેક્સ-૩૮,૦૧૭ અને નિફ્ટી-૧૧,૪૨૫)ની મધ્યમ ગાળાની સરેરાશની નીચે બંધ આવ્યાં છે. જોકે, સૂચકાંકો ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ ૩૬,૬૭૮ અને નિફ્ટી ૧૧,૦૩૩)ની લાંબા ગાળાની સરેરાશ ઉપર જળવાયેલા રહ્યાં છે. આમ લાંબા ગાળાનું વલણ તેજીમય જોવાઇ રહ્યું છે, પરંતું ટૂંકા અને મધ્યમ ગાળાનું વલણ નબળું છે.
નબળાઈનો સંકેત આપતાં ઓસિલેટર્સ
એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંને નેગેટિવ છે અને સેલ મોડમાં છે. આરએસઆઈ (૩૫) મંદી તરફી વલણની સંભાવના દર્શાવે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર +D (૦૫) એ -Dની નીચે છે તેમજ સેલ મોડમાં છે. એડીએક્સ (૨૯) ટ્રેન્ડમાં મજબૂતાઈ ઘટવાનો સંકેત આપે છે.
દિશાસૂચક સૂચકાંકો સેલ મોડમાં છે કારણકે +DI એ -DIની નીચે છે. એમએફઆઈ (૩૮) બજારમાં નેગેટિવ મની ફ્લો દર્શાવે છે. ઓબીવીએ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. આમ મોટાભાગના ઓસિલેટર્સ નબળાઈની સંભાવના વ્યક્ત કરે છે.
ઓપ્શન વિશ્લેષણ
મે શ્રેણી માટેના ઓપ્શન આંકડા ૧૨,૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ અને ૧૧,૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપનો સંકેત આપે છે. આમ ઓપ્શન આંકડા ૧૨,૦૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૧,૦૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જની સંભાવના વ્યક્ત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સતત આગેકૂચ બાદ બજારમાં અપેક્ષિત ઘટાડો appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/continuous-advance-after-market-up/
via Best Gujarati News

0 Comments