મહેબૂબા મુફ્તીનાં ઘરઆંગણે ગર્જ્યો ગૌતમ ગંભીર, કહ્યું “દેશમાં લહેર નહીં, સુનામી ચાલી રહી છે”
લોકસભા ચૂંટણીનાં મહાસંગ્રામની શરૂઆત થઇ ગઇ છે. પહેલા ચરણ માટે ગુરૂવારે મતદાન કરવામાં આવ્યું. આવનારા તબક્કાઓ માટે પ્રચાર ચાલી રહ્યો છે. ક્રિકેટરથી ભારતીય જનતા પાર્ટીનાં નેતા બનેલા ગૌતમ ગંભીરે ગુરૂવારનાં રોજ જમ્મૂ-કાશ્મીરનાં ઊધમપુરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન તેણે જમ્મૂ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પર જોરદાર પ્રહાર કર્યા.
ગૌતમ ગંભીરે કહ્યું કે, “મહેબૂબા મુફ્તી મને બ્લૉક કરી શકે છે, પરંતુ આ દેશની 130 કરોડ જનાતને બ્લોક નહીં કરી શકે. આ દેશમાં એક લહેર ચાલી રહી છે, જેની સાથે તે નથી. 2014માં વિકાસનાં નામ પર લહેર હતી અને 2019માં તે એક સુનામી બની ચુકી છે.” ઉલ્લેખનીય છે કે મહેબૂબા મુફ્તી અને ગૌતમ ગંભીર વચ્ચે આ પહેલા પણ ઘણીવાર ટ્વિટર પર વૉર થયું છે. ગંભીરે ગુરૂવારનાં ઊધમપુર જિલ્લાનાં રામનગરમાં જનસભા કરી અને કહ્યું કે આ દેશમાં ક્યારેય 2 પ્રધાનમંત્રી ના હોઇ શકે. ઉલ્લેખનીય છે કે અહીં 18 એપ્રિલનાં રોજ મતદાન થશે.
ચૂંટણીનાં કેટલાક દિવસ પહેલા જ ગૌતમ ગંભીરે નાણા મંત્રી અરૂણ જેટલીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીની સભ્યતા ગ્રહણ કરી હતી. ગૌતમ ગંભીર દિલ્હીથી ચૂંટણી લડશે તેવી પણ અટકળો છે. ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર આ પહેલા ઉમર અબ્દુલ્લાને પણ ટ્વિટર પર ફટકાર લગાવી ચુક્યો છે. તેણે ઉમર અબ્દુલ્લાનાં એ ટ્વિટને જવાબ આપ્યો હતો જેમાં અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમની માંગણી કરી હતી. તેનો જવાબ આપતા ગંભીરે ટ્વિટ કર્યું હતુ કે, ‘ઉમર જમ્મુ-કાશ્મીર માટે નવા પ્રધાનમંત્રી ઇચ્છે છે અને હું મહાસાગરો પર ચાલવા ઇચ્છુ છું. ઉમર જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમ ઇચ્છે છે અને હું ઇચ્છુ છું કે ભૂંડ હવામાં ઉડે. એક અલગ પીએમની જગ્યાએ ઉમર અબ્દુલ્લાને ઊંઘ અને ત્યારબાદ એક કપ કડક કૉફીની જરૂર છે. જો તેમ છતા તે સમજી નથી શકતો તો તેને ગ્રીન પાકિસ્તાની પાસપોર્ટની જરૂર છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મહેબૂબા મુફ્તીનાં ઘરઆંગણે ગર્જ્યો ગૌતમ ગંભીર, કહ્યું “દેશમાં લહેર નહીં, સુનામી ચાલી રહી છે” appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/gautam-gambhir-attack-on-mehbooba-mufti-in-udhampur/
via Best Gujarati News
0 Comments