જયપુરનાં સવાઇ માનસિંઘ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈનો 4 વિકેટે રોમાંચક વિજય થયો છે.

ચેન્નાઈ

  • શેન વૉટસન 0, ડુપ્લેસિસ 7, રૈના 4 અને જાધવ 1 રન મારીને ઝડપથી આઉટ.
  • ધવન કુલકર્ણી, જયદેવ ઉનડકટ અને જોફ્રા આર્ચરે 1-1 વિકેટ ઝડપી. સુરૈશ રૈના રન આઉટ થયો હતો.

રાજસ્થાન

  • રાજસ્થાને 20 ઑવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા. શ્રેયસ ગોપાલે 7 બૉલમાં 19 અને જોફ્રા આર્ચરે 12 બૉલમાં 13 રન બનાવ્યા.
  • ચહરે સ્ટોક્સને 28 રને ક્લિન બૉલ્ડ મારીને ચેન્નાઈને મોટી સફળતા અપાવી.
  • શાર્દુલ ઠાકુરે રિયાન પરાગને 16 રને આઉટ કર્યો.
  • 14મી ઑવરમાં રાજસ્થાન 100 રનની પાર ગયું.
  • જાડેજાએ સ્મિથને 15 રને આઉટ કરીને મોટી સફળતા ચેન્નાઈને અપાવી.
  • રાહુલ ત્રિપાઠીને રવિન્દ્ર જાડેજાએ 10 રને આઉટ કર્યો
  • સેન્ટનરે સંજુ સેમસનને પેવિલિયન પરત મોકલ્યો. સેમસને 6 રન બનાવ્યા.
  • શાર્દુલ ઠાકોરે જોસ બટલરની વિકેટ લીધી. બટલરે 10 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 23 રન બનાવ્યા.
  • આંજિક્ય રહાણે 11 બૉલમાં 14 રન બનાવીને દીપક ચહરની બૉલિંગમાં આઉટ થયો.
  • ચેન્નાઈએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી.
  • હરભજન અને સ્કૉટ કુગ્ગેલિનની જગ્યાએ સેન્ટનર અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
  • રાજસ્થાને પોતાની ટીમમાં સંજૂ સેમસન, રિયાન પરાગ અને ઉનડકટને સામેલ કર્યા છે.

એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈની ટીમ આજે જયપુરનાં સવાઇ માનસિંઘ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ સામે રમી રહી છે. ચેન્નાઈએ પોતાની 6 મેચોમાંથી 5માં જીત મેળવી છે. 10 પોઇન્ટ સાથે ચેન્નાઈ ટોપ પર છે.

બીજી તરફ રાજસ્થાને 5માંથી ફક્ત 1 મેચમાં જ જીત મેળવી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન 7માં નંબર પર છે. ચેન્નાઈનાં બૉલર્સ અત્યારે શાનદાર ફૉર્મમાં છે. ગત મેચમાં તેમણે કોલકાતાને 108 રન સુધી જ રોકી દીધું હતુ. બેટિંગમાં અંબાતિ રાયડૂને છોડીને બાકીનાં ખેલાડીઓ ફૉર્મમાં છે. તો ડેથ ઑવર્સમાં ધોની પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

બીજી તરફ રાજસ્થાનની બેટિંગનો આધાર જોસ બટલર, આંજિક્ય રહાણે અને સ્ટિવ સ્મિથ પર છે.

ટીમ

રાજસ્થાન: આંજિક્ય રહાણે (કેપ્ટન), જોસ બટલર, સ્ટીવ સ્મિથ, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટૉક્સ, પ્રશાંત ચોપરા, ક્રિશ્નપ્પા ગૌથમ, શ્રેયસ ઐયર, જોફ્રા આર્ચર, સુધેસન મિથુન, ધવલ કુલકર્ણી

ચેન્નાઈ: શેન વૉટસન, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતિ રાયડુ, એમએસ ધોની (કેપ્ટન), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સ્કૉટ કુગ્ગેલેઇન, દીપક ચહર, હરભજન સિંહ, ઇમરાન તાહિર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPL RRvsCSK: રોમાંચક મેચમાં ચેન્નાઈનો 4 વિકેટે વિજય, ધોનીએ બનાવ્યા 58 રન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/live-updates-between-rrvscsks-ipl-match/
via Best Gujarati News

0 Comments